આરબીઆઈ આગામી સપ્તાહે વ્યાજદર ઘટાડશે?

મુંબઈ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની આગામી સપ્તાહે નાણાકીય નીતિ સમીક્ષા બેઠક મળી રહી છે, જેમાં વ્યાજદર ઘટાડવાની શક્યતા ફરી એક વખત તેજ બની છે. મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ માને છે કે આગામી બેઠકમાં વ્યાજદરમાં ૦.૨૫ ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે.

આરબીઆઇના બેન્કોમાં કેશ રિઝર્વ રેશિયો વધારવાના નિર્ણયને બેન્કરો દ્વારા યોગ્ય માનવામાં આવી રહ્યો છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રીએ જણાવ્યું કે િડસેમ્બર પૂર્વે ૦.૨૫ ટકા રેટ કટ કરવામાં આવે તેવી આશા રાખવામાં આવી રહી છે એટલું જ નહીં બીજા રાઉન્ડમાં ફેબ્રુઆરી સુધીમાં વ્યાજદરમાં વધુ ૦.૨૫ ટકા સુધીનો ઘટાડો કરાય તેવી આશા છે. દરમિયાન બેન્ક ઓફ મેરિલ લિન્ચના જણાવ્યા પ્રમાણે આરબીઆઇ સપ્ટેમ્બર-૨૦૧૭ સુધીમાં નીતિગત વ્યાજના દરમાં ૦.૭૫ ટકા સુધીનો ઘટાડો કરી શકે છે.

મોટા ભાગના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની આગામી નાણાકીય નીતિ બેઠકમાં નીતિગત વ્યાજના દરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરાઇ શકે છે. તેમણે જણાવ્યું કે ગત ૮ નવેમ્બરે રૂ. ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની મોટી ચલણી નોટો પર પ્રતિબંધ મુકાતા નાના અને મધ્યમ કદનાં એકમોને ભારે નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે અને તેના કારણે દેશના આર્થિક વિકાસ પર પણ તેની સીધી નકારાત્મક અસર જોવાઇ શકે છે, જેથી આરબીઆઇને તેને ટેકો આપવા પણ વ્યાજદરમાં ઘટાડાે કરવાની ફરજ પડી શકે છે. તેવો મત જાણકારો દ્વારા વ્યક્ત કરાઇ રહ્યો છે.
http://sambhaavnews.com/

You might also like