આગામી RBIની બેઠકમાં વ્યાજદર ઘટી શકે છે

મુંબઇ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની આગામી ૪ ઓક્ટોબરે નાણાકીય નીતિ સમીક્ષા બેઠક મળી રહી છે. આરબીઆઈના નવા ગવર્નર ઉર્જિત પટેલની આગેવાની હેઠળ આ પ્રથમ નાણાકીય સમીક્ષા બેઠક હશે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી નીતિ સમીક્ષા બેઠકમાં વ્યાજદરમાં ઘટાડો થઇ શકે છે. વૈશ્વિક નાણાકીય સેવા આપતી ડીસીબીના એક રિપોર્ટ પ્રમાણે આગામી મહિનામાં ફુગાવાનો આંક ઘટે તેવી શક્યતાઓ પાછળ આરબીઆઇ નીતિગત વ્યાજના દરમાં ઘટાડો કરી શકે છે. જોકે સપ્ટેમ્બર મહિનામાં યુએસ ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજદર વધારા સંબંધી કેવા પ્રકારનો નિર્ણય લેવાઇ શકે છે તેના ઉપર બધો દારોમદાર રહેશે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીમાં ફુગાવાનો દર પાંચ ટકાથી નીચે આવી શકે છે.

You might also like