મકાનોની કિંમત ઘટાડોઃ રઘુરામ રાજન

મુંબઇ: એપ્રિલ મહિનાની શરૂઆતમાં આરબીઆઇની નાણાકીય નીતિ સમીક્ષા બેઠકમાં નીતિગત વ્યાજના દરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો છે ત્યારે આરબીઆઇના ગવર્નર રઘુરામ રાજને રિયલ એસ્ટેટ કંપનીઓને નિશાન બનાવતાં કહ્યું છે કે કંપનીઓએ મકાનની કિંમતમાં ઘટાડો કરવો જોઇએ, જેના કારણે લોકો મકાન ખરીદવા માટે આગળ આવે.
રિયલ એસ્ટેટ કંપનીઓ પાસે વણવેચાયેલાં મકાનોની સંખ્યા વધી રહી છે તેવા સમયે જ આરબીઆઇના ગવર્નર રઘુરામ રાજને આ પ્રકારનું નિવેદન કર્યું છે.

વાય.બી. ચવ્હાણ સ્મૃતિ વ્યાખ્યાનમાળામાં રઘુરામ રાજને વધુમાં કહ્યું કે મને આશા છે કે હવે જ્યારે વ્યાજદર નીચા આવી રહ્યા છે ત્યારે લોકો હવે લોન લેવા આગળ આવશે. ખરીદી વધશે તથા આશા છે કે કંપનીઓ મકાનોની કિંમતમાં ઘટાડો કરશે અને લોકો ખરીદી માટે પ્રોત્સાહિત થશે.

ઉલ્લેખનીય છે કે નીતિગત વ્યાજનાદર પાંચ વર્ષના નીચલા ૬.૫ ટકાના સ્તરે જોવા મળી રહ્યા છે તો બીજી બાજુ બેન્કોએ ગ્રાહકોને જેટલો લાભ મળવો જોઇએ તેટલો આપ્યો નથી. એટલે કે લોન ઉપરના વ્યાજના દરમાં અપેક્ષા મુજબનો ઘટાડો કર્યો નથી. તો બીજી બાજુ મકાનોની માગમાં ઘટાડાના કારણે રિયલ્ટી કંપનીઓ આર્થિક મુશ્કેલીમાં સપડાઇ છે.

You might also like