ખાનગી સેક્ટરમાં વધતું વેચાણ સારા સંકેતઃ RBI

મુંબઇ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે દેશમાં ખાનગી સેક્ટરની પરિસ્થિતિમાં બદલાવ આવી રહ્યો છે. ૨૦૧૫-૧૬ના અંતિમ ત્રિમાસિક સમયગાળામાં વેચાણમાં વૃદ્ધિ નોંધાઇ છે, જ્યારે તેની આગળના ચાર ત્રિમાસિક સમયગાળામાં વેચાણમાં ડેટા નરમ જોવાયો હતો.રિઝર્વ બેન્કના જણાવ્યા પ્રમાણે વેચાણ વૃદ્ધિમાં જોવાઇ રહેલો સુધારો તથા કાચા માલની પડતર કિંમતમાં ઘટાડાની અસરથી તમામ સેક્ટરમાં તેની સકારાત્મક અસર થઇ છે.

આરબીઆઇના અહેવાલ મુજબ વર્ષ ૨૦૧૫-૧૬ના ચોથા ત્રિમાસિક સમયગાળામાં વેચાણમાં ૨.૩ ટકાની વૃદ્ધિ જોવાઇ હતી, જ્યારે તેની અગાઉના સળંગ ચાર ત્રિમાસિક સમયગાળામાં વેચાણમાં સતત ઘટાડો નોંધાયો હતો. મેન્યુફેક્ચરિંગ અને આઇટી સેક્ટરમાં વેચાણમાં વૃદ્ધિથી સુધારો નોંધાયો હતો. આરબીઆઇના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૫-૧૬ના ચોથા ત્રિમાસિક સમયગાળામાં કંપનીઓના ચોખ્ખા નફામાં ૧૬.૪ ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે ત્રીજા ત્રિમાસિક સમયગાળાના ચોખ્ખા નફામાં ૧૫.૯ ટકાની વૃદ્ધિ જોવાઇ હતી.

You might also like