આજે RBIની મોનેટરી પોલિસી પર સૌની મીટ

નવી દિલ્હી: સરકારથી લઇને ઉદ્યોગજગત સુધી અને નાના વેપારીઓથી લઇને આમજનતા સુધી આજે સૌ કોઇની નજર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર ઉર્જિત પટેલ દ્વારા જાહેર થનાર મોનેટરી પોલિસી પર રહેલી છે.

બજારમાં એ વાતને લઇને તર્કવિતર્કો વહેતા થયા છે કે જ્યારે હાલ બજાર તેજીમાં છે તો મોનેટરી નીતિ નક્કી કરતી વખતે સમિતિ વ્યાજદર પર કેવો નિર્ણય લેશે? નિષ્ણાતો આ મુદ્દે અલગ અલગ મત ધરાવે છે. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે મોંઘવારીને જોતાં રેપો રેટમાં ૨૫ બેસિસ પોઇન્ટ (૦.૨૫ ટકા)નો વધારો થઇ શકે છે, જ્યારે કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે આર્થિક વિકાસ દરને ટકાવી રાખવા માટે આજે આરબીઆઇ વ્યાજદરમાં કોઇ ફેરફાર કરશે નહીં.

એમકે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસિસના મુખ્ય અર્થશાસ્ત્રી ધનંજય સિંહાનું માનવું છે કે રેપો રેટમાં ૦.૨૫ ટકાનો વધારો થશે, જ્યારે એચડીએફસીના અર્થશાસ્ત્રી અભિત બરૂઆનું કહેવું છે કે રિઝર્વ બેન્ક અથ્યારે વેટ એન્ડ વોચની નીતિ અપનાવશે અને વર્તમાન વ્યાજદર યથાવત જાળવી રાખશે. જો વ્યાજદર વધશે તો બેન્ક લોન મોંઘી થશે.

You might also like