ફેબ્રુઆરીમાં આરબીઆઈ નીતિગત દરમાં ઘટાડો નહીં કરે

મુંબઇ: નોટબંધી બાદ બેન્કોની ડિપોઝિટમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. તાજેતરમાં વડા પ્રધાનના બેન્કોના વ્યાજદરમાં ઘટાડાના સૂચન બાદ ઘણી બેન્કોએ લોન ઉપરના વ્યાજના દરમાં ઘટાડો પણ કર્યો છે, પરંતુ આગામી ફેબ્રુઆરીની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિ સમીક્ષા બેઠકમાં વ્યાજદરમાં સંભ‍વતઃ ઘટાડો નહીં કરાય. એસબીઆઇ રિસર્ચના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાઓ પ્રવર્તી રહી છે અને તેના કારણે આરબીઆઇ વ્યાજદરમાં ઘટાડો નહીં કરે, જોકે ફુગાવાનો દર ઘટતાંની સાથે આરબીઆઈ વ્યાજના દરમાં ઘટાડો કરી શકે છે તેવો મત વ્યક્ત કરાયો હતો.

આગામી માર્ચ મહિનામાં ફુગાવાનો આંક વધશે, જે ચાર ટકાથી ૪.૫ ટકાના સ્તરની વચ્ચે જોવાઇ શકે છે. આવા સંજોગોમાં વર્ષ ૨૦૧૭-૧૮માં આરબીઆઇની નાણાકીય નીતિ નરમ રહી શકે છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર એપ્રિલથી ઓક્ટોબર મહિનાના સમયગાળામાં રેપો રેટમાં ૦.૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. નોટબંધીના કારણે બેન્કોના લોન કારોબારમાં ઘટાડા અંગે ચિંતા વ્યક્ત કરાઇ હતી.
http://sambhaavnews.com/

You might also like