આરબીઆઈની પોલિસી પૂર્વે બેન્કિંગ શેરની આગેવાનીએ બજાર સુધર્યું

અમદાવાદ: આવતી કાલે આરબીઆઇની નાણાકીય નીતિ સમીક્ષા બેઠક છે, જેમાં વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો થવાની શક્યતા છે, જેની અસરે આજે સપ્તાહના પ્રથમ દિવસે બેન્કિંગ શેરની આગેવાનીએ શેરબજારમાં સુધારો નોંધાયો હતો. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૪૭ પોઇન્ટના સુધારે ૨૫,૪૧૬ પોઇન્ટ, જ્યારે એનએસઇ નિફ્ટી ૪૨ પોઇન્ટના સુધારે ૭૭૫૦ની પોઇન્ટની ઉપર ૭૭૫૫ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

આજે શરૂઆતે બેન્ક, ઓટોમોબાઇલ, આઇટી સ્ટોક્સમાં નીચા મથાળે ખરીદી નોંધાતાં આ સેક્ટરના શેરમાં તેજી જોવા મળી હતી. ઓટો સેક્ટરમાં ડેટા અપેક્ષા કરતાં સારા આવતાં આ સેક્ટરના સ્ટોકમાં સુધારો નોંધાયો હતો તો બીજી બાજુ આઇટીસી, લ્યુપિન અને ઓએનજીસી કંપનીના શેરમાં ૦.૧૦ ટકાથી ૧.૭૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

બેન્કના શેર ગ્રીન ઝોનમાં ખૂલ્યા
એસબીઆઈ ૦.૮૨ ટકા
પંજાબ નેશનલ બેન્ક ૦.૫૭ ટકા
ICICI બેન્ક ૦.૫૪ ટકા
બેન્ક ઓફ બરોડા ૦.૩૩ ટકા
એચડીએફસી બેન્ક ૦.૪૭ ટકા
યસ બેન્ક ૦.૪૦ ટકા
એક્સિસ બેન્ક ૦.૨૮ ટકા

You might also like