RBI આગામી વર્ષે ૦.૫૦ ટકા વ્યાજદર ઘટાડે તેવી શક્યતા

મુંબઈ: અમેરિકામાં ફેડરલ રિઝર્વે વ્યાજના દરમાં ૦.૨૫ ટકાનો વધારો કર્યા બાદ પાછલા કેટલાક સમયથી અનિશ્ચિતતાનો અંત આવતાં રિઝર્વ બેન્ક આગામી વર્ષે ૦.૨૫થી ૦.૫૦ ટકા સુધી વ્યાજના દરમાં ઘટાડો કરી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ક્રૂડ સહિત વિવિધ કોમોડિટીના ભાવ નીચા રહેવાની ધારણાએ આરબીઆઇ વર્ષ ૨૦૧૬માં વ્યાજદરમાં વધુ ૦.૨૫ ટકાનો ઘટાડો કરી શકે છે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીથી અત્યાર સુધી રિઝર્વ બેન્કે નીતિગત વ્યાજના દરમાં ૧૨૫ બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. બેન્કિંગ સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી વર્ષે નીતિગત વ્યાજના દરમાં ૦.૨૫ ટકાથી ૦.૫૦ બેઝિસ પોઇન્ટના ઘટાડાની ધારણા છે એટલું જ નહીં, આગામી નવથી ૧૨ મહિનામાં ડોલર સામે રૂપિયો ૬૮થી ૭૦ની રેન્જમાં રહી શકે છે. ઉદ્યોગજગત અર્થતંત્રને વેગ આપવા માટે વ્યાજદરમાં વધુ ઘટાડો કરવા માટે આરબીઆઇ પર દબાણ કરી રહ્યું છે.

You might also like