RBI વ્યાજદરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કરે તેવી શક્યતા

મુંબઇ: આગામી સપ્તાહે મંગળવારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની નાણાકીય નીતિ સમીક્ષા બેઠક છે. મોટા ભાગના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આરબીઆઇ આ બેઠકમાં નીતિગત વ્યાજના દરમાં ૦.૨૫ ટકા સુધીનો ઘટાડો કરી શકે છે.

મોર્ગન સ્ટેન્લીના મત મુજબ આરબીઆઇ નીતિગત વ્યાજના દરમાં ૦.૨૫ ટકા સુધીનો ઘટાડો કરી શકે છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૧૬ સુધીમાં નીતિગત વ્યાજના દરમાં ૦.૨૫થી ૦.૫૦ ટકા સુધીનો ઘટાડો કરી શકે છે.
જાણકારોના જણાવ્યા પ્રમાણે ફુગાવો અંકુશમાં છે તો બીજી બાજુ ઉદ્યોગજગત પણ વ્યાજના દરમાં ઘટાડાની માગ કરી રહ્યું છે.

દરમિયાન રાજકોષીય ખાધ પણ અંકુશમાં છે ત્યારે વ્યાજના દરમાં ઘટાડાની શક્યતા વધુ મજબૂત બની છે. મોટા ભાગના નિષ્ણાતો આગામી સપ્તાહે આવનારી આરબીઆઇની પોલિસીમાં વ્યાજના દરમાં ૦.૨૫ ટકા સુધીનો ઘટાડો થવાનું અનુમાન વ્યક્ત કરી રહ્યા છે.

You might also like