RBI નીતિગત વ્યાજદર યથાવત્ રાખે તેવી શક્યતા

મુંબઇઃ ફુગાવો વધતાં તથા વૈશ્વિક અનિશ્ચિતતાઓને પગલે નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ની આરબઆઈ તેની આગામી ૫ અને ૬ એપ્રિલે મળનારી પ્રથમ મોનેટરી પોલિસી બેઠકમાં નીતિગત વ્યાજના દરમાં યથાસ્થિતિ જાળવી રાખે તેવી શક્યતા છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં વ્યાજના દરમાં એ બાબતના સંકેત છે કે સ્થાનિક મોરચે આરબીઆઇ વ્યાજદરમાં યથાસ્થિતિ જાળવી રાખી શકે છે. એટલું જ નહીં ભવિષ્યમાં વ્યાજના દરમાં વધારો પણ થઇ શકે છે.

કોટક બેન્કના જણાવ્યા પ્રમાણે આરબીઆઇ આગામી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરની યથાસ્થિતિ જાળવી રાખી શકે છે. આગામી દિવસોમાં સ્થાનિક મોરચે કેવી સ્થિતિ જોવા મળ તેને ધ્યાનમાં લઇને નીતિગત વ્યાજના દરમાં ૦.૨૫ ટકાનો ઘટાડો પણ કરી શકે છે એટલું જ નહીં વધારો પણ કરી શકે છે. નોંધનીય છે કે આરબીઆઇએ પાછલી આઠમી ફેબ્રુઆરીએ મળેલી નાણાકીય નીતિ સમીક્ષા બેઠકમાં વ્યાજના દર યથાવત્ જાળવી રાખ્યા હતા.રેટિંગ એજન્સી ઇકરાના કહેવા પ્રમાણે આગામી મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરમાં ઘટાડાની શક્યતા ખૂબ જ ઓછી છે. ઉલ્લેખનીય છે કે નાણાકીય નીતિ સમિતિની ભલામણોના આધાર પર આ ચોથી નાણાકીય નીતિ સમીક્ષા બેઠક મળશે.

http://sambhaavnews.com/

You might also like