રિઝર્વ બેન્ક એક ટન જૂની નોટોને વેચી રહી છે 250 રૂપિયામાં

નોટબંધી બાદ રિઝર્વ બેન્કની પાસે જૂની 500 અને 1000ની જૂની નોટોનું પૂર આવી ગયું છે. જણાવી દઇએ કે આખા અર્થવ્યવસ્થામાં આ નોટોનો શેર 85 ટકા સુધી હતો. સૂત્રોનું માનીએ તો આ નોટો એટલી બધી વધારે છે કે આ નોટોને એક પછી એક રાખીને લાંબી લાઇન બનાવવામાં આવે તો તેનું અંતર ધરતી અને ચાંદાના અંતરથી પાંચ ગણી હશે. અને એક ઉપર એક રાખવામાં આવે તો માઉન્ટ એવરેસ્ટથી પણ 300 ગણી વધારે નોટોની ઊંચાઇ હશે. તો RBI આ નોટોથી કેવી રીતે છુટકારો મેળવશે.

થોડાક દિવસો પહેલા RBIના એક સૂત્રએ જણાવ્યું હતું કે આ નોટોને લેન્ડફિલના કામમાં લાવવામાં આવશે. એના નાના નાના ટુકડા કરવામાં આવશે. એનાથી પેપરવેટ, પેડ, પ્લાઇવુડ જેવી ચીજો પણ બનાવવામાં આવશે. કેટલાક રિપોર્ટસનું માનીએ તો RBIએ આ કામ શરૂ પણ કરી દીધું છે.

કેરલના તિરુઅનંતપુરમમાં બેંકોમાંથી મળેલી જૂની નોટના ટુકડાં કરીને તેને કન્નૂરની પ્લાઇવુડ ફેક્ટરીમાં મોકલવામાં આવી રહી છે. ફેક્ટરી એમાંથી પલ્પ બનાવીને હાર્ડ બોર્ડ, સોફ્ટ બોર્ડ, પાઇટિંગ પેડ વગેરે બનાવશે.

વેસ્ટર્ન પ્લાઇવુડના મેનેજિંગ ડાયરેક્ટર મઇન મોહમ્મદે કહ્યું નોટોના ટુકડાં મિક્સ કરવાથી પ્લાઇવુડની ક્વોલિટી વધી ગઇ છે. તેમણે કહ્યું કે RBI એ તેમણે સંપર્ક કર્યો હતો. RBI આ નોટોને ટ્રાન્સપોર્ટ કરવાનો ખર્ચ પોતે ઉઠાવે છે. એક ટન જૂની નોટોના બદલામાં ફેક્ટરી RBI ને 250 રૂપિયા પણ આપે છે.

You might also like