મોંઘવારી વધી શકે છેઃ આરબીઆઈ

મુંબઈ: નોટબંધી બાદ મોંઘવારી વધવાની આશંકા વ્યક્ત કરતાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ડિજિટલ પેમેન્ટની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે. નોટબંધી બાદ દેશની અર્થવ્યવસ્થા ઉપર શરૂઆતમાં કેટલાક સમય સુધી પ્રતિકૂળ અસર જોવાયા બાદ આ અસર ઘણા અંશે ઓછી થઇ ગઇ છે. નોટબંધી બાદના આર્થિક પ્રભાવ સંદર્ભે આરબીઆઇના મૂલ્યાંકન રિપોર્ટમાં કહ્યું છે કે ૧૫.૬ લાખ કરોડ રૂપિયાના મૂલ્યની રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની ચલણી નોટો ચલણમાંથી બહાર થઇ ગઇ હતી, પરંતુ હજુ ચોક્કસ અનુમાન લગાવી શકાય તેમ નથી કે નોટબંધી બાદ બેન્કિંગ સિસ્ટમમાં કેટલી ચલણી નોટો પાછી ફરી છે, જોકે આરબીઆઇએ રિપોર્ટમાં જણાવ્યું છે કે રદ થયેલી ચલણી નોટો પાછી આપવાની પ્રક્રિયા હજુ જારી છે.

આરબીઆઇએ કહ્યું છે કે નોટબંધી બાદ શરૂઆતમાં દેશની અર્થવ્યવસ્થા ઉપર નકારાત્મક અસર પડી હતી, પરંતુ આ અસર કેટલાક સમય સુધી હતી, જોકે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં આ પ્રકારની નકારાત્મક અસર વધુ જોવા મળી હતી અને ફેબ્રુઆરીના મધ્ય ભાગથી આ અસર ઘટી રહી છે. આરબીઆઇના રિપોર્ટ અનુસાર બેન્કિંગ સિસ્ટમમાં નવી ચલણી નોટો આવવાના કારણે નોટબંધીની અસર ઓછી થતી ગઇ છે.
http://sambhaavnews.com/

You might also like