દેશની કુલ NPAનાં 25% નાણા માત્ર 12 લોકો પાસે લેણા

મુંબઇ : બેંકોએ ફસાયેલા નાણાનીવસૂલી અને ડિફોલ્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેનાં પોતાનાં પ્રયાસો ઝડપી બનાવ્યા છે. આરબીઆઇએ મંગળવારે બહાર પાડેલા પોતાનાં એક નિવેદનમાં કહ્યું કે તેની આંતરિક સલાહકાર સમિતીએ સૌથી વધારે એનપીએ વાળા 500 ખાતાઓની ઓળખ કરી છે, જેની વિરુદ્ધ ઇનસોલ્વેન્સી એન્ડ બેંકરપ્સી કોડ હેઠળ કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવશે.

આટલું જ નહી આ મીટિંગ દરમિયાન એક ચોંકાવનારો ખુલાસો તે પણ થયો છે કે 12 ખાતાધારકોએ જ કુલ લેણાનો ચોથા ભાગનો હિસ્સો દબાવી રાખ્યો છે. આરબીઆઇનાં અનુસાર 8 લાખ કરોડ રૂપિયા બાકીમાંથી 6 લાખ રૂપિયા જાહેર બેંકોનાં છે. આરબીઆઇની સમિતી આ લોકોની વિરુદ્ધ તાત્કાલીક અસરથી દેવાળાથી બચવા માટે બનેલા કાયદા હેઠળ કાર્યવાહી કરવાની અપીલ કરી છે. આરબીઆઇએ કહ્યું કે બેંકોને અન્ય ડિફોલ્ટર્સની વિરુદ્ધ કાર્યવાહી માટે છ મહિનાની અંદર પ્લાન તૈયાર કરવા માટે કહ્યું છે.

કેન્દ્રીય બેંકે કહ્યું કે સમિતી ભલામણોનં આધાર ડિફોલ્ટર તરીકે ઓળખાયેલા ખાતા ધારકો વિરુદ્ધ ઇનસોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ હેઠળ કાર્યવાહી માટે કહેવામાં આવશે.આ કેસોને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં પ્રાથમિકતા સાથે ચલાવવામાં આવશે. કેન્દ્રીય બેંકોએ કહ્યું કે આગામી દિવસોમાં એવા ડિફોલ્ટર્સ વિરુદ્ધ કાર્યવાહીનું સંપુર્ણ ફ્રેમવર્ક કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સોમવારે જ નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે રિઝર્વ બેંક મોટા ડિફોલ્ટરની યાદી તૈયાર કરી રહી છે અને તેની વિરુદ્ધ ઇનસોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

You might also like