મોંઘવારીને લઈને રિઝર્વ બેન્ક વધુ કડક વલણ અપનાવશે

મુંબઇ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા મોંઘવારીને લઈને વધુ સખ્ત પગલાં લઇ શકે છે. મોંઘવારીના દરનો લક્ષ્યાંક ચાર ટકા રાખવામાં આવ્યો છે. વિવિધ એજન્સીઓ દ્વારા ચોમાસું અપેક્ષા કરતાં નબળું રહે તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે. આવા સંજોગોમાં મોંઘવારી વધવાનો ભય સતાવી રહ્યો છે. એટલું જ નહીં કેન્દ્ર સરકારે કર્મચારીઓને સાતમા પગારપંચની ભલામણો સ્વીકારતાં તથા આગામી ૧ જુલાઇથી જીએસટી લાગુ કરાય તો મોંઘવારી વધવાનો ભય સતાવી રહ્યો છે.

આ સંજોગોમાં આરબીઆઈના ચાર ટકાના લક્ષ્યાંક કરતાં પણ ઊંચો મોંઘવારીનો દર જોવાય તેવી આશંકા છે. સાથેસાથે આરબીઆઈ આર્થિક વિકાસ પર પણ નજર રાખી રહી છે, જોકે કયાં પગલાં લેવા તે સંવેદનશીલ મુદ્દો હોવાથી તે વિશે કંઇ જણાવાયું નથી.
http://sambhaavnews.com/

You might also like