માનસિક રીતે ભારતીય નથી RBI ગવર્નર : સ્વામી

નવી દિલ્હી : ભાજપનાં વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે ભારતીય રિઝર્વ બેંકનાં ગવર્નર રધુરામ રાજનને તત્કાલ પદ પરથી હટાવવાની માંગ કરી છે. પત્રમાં સ્વામીએ કહ્યું કે રધુરામ રાજન માનસિક રીતે ભારતીય નથી. તેની નીતીઓ ભારત અને તેનાં અર્થતંત્ર માટે યોગ્ય નથી.

સ્વામીએ દાવો કર્યો કે મારી માંગ પાછળનું કારણ છે કે રધુરામ રાજને ઇરાદા પુર્વક અર્થવ્યવસ્થાને ડુબાડી છે. ફુગાવા પર નિયંત્રણનાં નામે તેણે જે વ્યાજદરોમાં વધારો કર્યો તે ખુબ જ ગંભીર બાબત છે. અગાઉ સ્વામીએ 12 મેએ કહ્યું હતું કે આરબીઆઇ ગવર્નરની નીતીઓ આપણા દેશ માટે અનુકુળ નથી. તેને પાછા શિકાગો મોકલી આપવાની જરૂર છે.

સ્વામીએ આરબીઆઇ ગવર્નરનાં કામકાજ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે રાજનની નીતીથી દેશને મોટુ નુકસાન છે. આ નીતીનાં કારણે બેરોજગારી વધી ગઇ છે. રાજને ફુગાવાનાં બહાના હેઠળ વ્યાજદરોમાંવધારો કર્યો. જેની ખરાબ અસર દેશનાં અર્થતંત્ર પર પડી. વૈશ્વિક મહામંદીની અસર ભારતનાં અર્થતંત્રને કોઇ રીતે થાય તેમ નહોતી. પરંતુ રાજનનાં કારણે હાલ ભારત પણ મંદીના ભરડામાં આવે તેવી શક્યતા છે.

You might also like