બેન્કોને વધુ સત્તા આપોઃ રઘુરામ રાજન

મુંબઇ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું છે કે દેશની બેન્કોમાં ફસાયેલ નોન પર્ફોર્મિંગ એસેટ એનપીએની જરૂરિયાત છે. તેની પાછળનાં મુખ્ય કારણો આપતાં રાજને કહ્યું કે દેશમાં અસરકારક કોર્પોરેટ સમાધાનકારી સિસ્ટમ નથી. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનાના અંત સુધી સરકારી બેન્કોની એનપીએ રૂ. ૩.૧૪ લાખ કરોડની સપાટીએ પહોંચી ગઇ છે. એટલું જ નહીં જાહેર ક્ષેત્રની બેન્કોમાં એનપીએનું સ્તર વધી રહ્યું છે એ એક ચિંતાનો વિષય છે.

નવી બેન્કોને લાઇસન્સ આપવા સંબંધે આરબીઆઇના ગવર્નર રઘુરામ રાજને વધુમાં જણાવ્યું કે જૂની બેન્કોએ પણ ગ્રાહકોને ઇનોવેટિવ પ્રોડક્ટ આપવી પડશે. આરબીઆઇના ગવર્નર રઘુરામ રાજને બેન્ક ડિફોલ્ટર સામે પ્રભાવશાળી કાર્યવાહી કરવા બેન્કોને વધુ અધિકાર આપવાની વકીલાત કરી હતી, જેને કારણે ફસાયેલ લોનનાં નાણાં પાછાં મેળવી શકાય.

You might also like