RBIએ વ્યાજ દરમાં ઘટાડો ન કર્યો, સસ્તી લોન માટે જોવી પડશે રાહ

રિઝર્વ બેંકે ત્રિમાસિક નાણાનીતિની સમીક્ષા કરી અંતે સામાન્ય લોકોને નિરાશ કર્યા છે. દિવાળી પૂર્વે નાણાનીતિમાં મોટા ફેરફારોની શકયતા હતી. જોકે રિઝર્વ બેંકે આ આશાઓ પર પાણી ફેરવી દીધું છે.

RBI દ્વારા રેપોરેટને 6 ટકા જ્યારે રિવર્સ રેપોરેટને 5.75 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. જેને પગલે વ્યાજદરોમાં કોઈ જ ફેરફાર નહીં થાય. નાણાનીતિની સમીક્ષા કરવા માટે મળેલી RBIની કમિટિના 6 સભ્યોમાંથી 5 સભ્યો ફેરફાર ન કરવાના પક્ષમાં હતા. આ પૂર્વે નાણાનીતિમાં ફેરફારો સાથે વ્યાજદરોમાં ઘટાડો થવાની શકયતા હતી.

You might also like