મોદી સરકાર નોટબંધી બાદ હવે કાર્ડ પેમેન્ટનો ચાર્જ નાબુદ કરવાનાં મૂડમાં

નવી દિલ્હી : મોદી સરકારે નોટબંધી બાદ ડિજિટલ લેવડ દેવડ કરવા માટેનાં પ્રયાસો વધારી દીધા છે. આ દિશામાં વધારે એક પગલુ ઉઠાવવા જઇ રહ્યા છે. જેનાં હેઠલ ભારતીય રિઝર્વ બેંક મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે એમડીઆર ચાર્જ પર છુટની તૈયારી કરી છે.

સરકારનાં આ નિર્ણય પાછળ નાના દુકાનદારોને જિડિટલ લેવડ દેવડમાં મહત્વ આપવું જરૂરી છે. આ નિર્ણય પર મહોર લાગશે તો ડેબિટ કાર્ડની મદદથી પેમેન્ટ કરનાર વ્યક્તિને વધારાનાં કોઇ પણ ચાર્જમાંથી મુક્તિ મળશે. ડેબિટ કાર્ડથી કોઇ પણ પ્રકારનાં ખરીદ વિચાણ પરનો એક્સ્ટ્રા ચાર્જ રદ્દ થઇ જશે.

હાલમાં બે હજાર રૂપિયાની લેવડ દેવડ પર 0.75નો એમડીઆર લાગે છે. બીજી તરફ બે હજારથી ઉપરની ખરીદી પર એક ટકાનો એમડીઆર લાગે છે. ક્રેડિટ કાર્ડ પર એમડીઆરની કોઇ સીમા આરબીઆઇની તરફથી લગાવવામાં આવી છે. 31 માર્ચ સુધી આરબીઆઇએ કાર્ડ પેમેન્ટ પર એમડીઆનાં દરો નક્કી રાખ્યા છે.

એક એપ્રીલથી ફેરફાર, લોકો પાસે માંગ્યો મત
એક એપ્રીલ 2017થી એમડીઆરનાં દરોમાં જરૂરી ફેરફાર થશે. આરબીઆઇનાં સર્કુલર ડ્રાફ્ટમાં નક્કી કરાયેલ ચાર્જ એક એપ્રીલથી લાગુ થશે. આ મુદ્દે આરબીઆઇએ લોકો પાસે મત માંગ્યા છે. હાલમાં પેમેન્ટને ધ્યાને રાખી એમડીઆરના રેટ નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ હવે આરબીઆઇની યોજનાં છે કે પેમેન્ટ ક્યાંથી અને કોની પાસેથી લેવાયું તેના આધારે દર નક્કી કરવામાં આવશે.

You might also like