RBI દ્વારા ધિરાણ નીતિ જાહેર, વ્યાજદરમાં કોઇ ફેરફાર નહીં, મોંઘવારીમાં ઘટાડાનું અનુમાન

ભારતીય રિઝર્વ બેન્કે સતત ચોથી વખત રેપો રેટોમાં કોઇ ફેરફાર કર્યો નથી. ગત ત્રણ નીતિગત બેઠકમાં રિઝર્વ બેન્કે વ્યાજ દરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગત 2017ના ઓગસ્ટમાં રેપો દરમાં 0.25 ટકા ઘટાડો કરવામાં આવ્યો હતો. જે 6% એ પહોંચ્યો હતો. જે છેલ્લા છ વર્ષના સૌથી નિચલા સ્તર પર હતો.

જીડીપી ગ્રોથને લઇને આરબીઆઇએ સકારાત્મક અભિગમ અપનાવ્યો છે. 2017-18ના 6.6 ટકાની સરખામણીએ 2018-19માં જીડીપીની રફતાર 7.4 ટકાનું અનુમાન લગાવામાં આવ્યું છે.

આરબીઆઇ દ્વારા અનુમાન લગવામાં આવ્યું છે કે ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ માસમાં 7.3 ટકાથી 7.6 ટકા વચ્ચે રહેશે. આ દરમિયાન અર્થવ્યવસ્થાની સામેના પડકારો સંતુલિત રહેશે.

છ સભ્યોની ધિરાણ નીતિ સમિતિની બેઠક એવા સમયે થઇ છે જ્યારે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે 2017-18ના રાજકોષિય ખાદ્ય અને મહેસુલ ખાદ્ય આમ બજેટના અનુમાન કરતા ઓછું રહેશે.

ભારતીય રિઝર્વ બેન્કે નીતિગત વ્યાજદરમાં કોઇ ફેરફાર કરતાં 6 ટકા પર જ રાખ્યો છે. આરબીઆઇએ 2018-19ના પ્રથમ છ માસિક ઉપભોક્તા મૂલ્ય આંક (CPI) 4.4-4.7 ટકા રહેવાનું અનુમાન લગવામાં આવ્યું છે. જ્યારે બીજા છ માસિકમાં 4.4 ટકા સુધી રહે તેવુ અનુમાન છે.

You might also like