બેન્કોમાં ગોટાળા રોકવા RBI દ્વારા સમિતિની રચના

મુંબઇ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પીએનબી કૌભાંડને ધ્યાનમાં રાખીને બેન્કોમાં વધી રહેલાં કૌભાંડ અને છેતરપિંડી રોકવા માટે એક પાંચ સભ્યની સમિતિની રચના કરી છે. આ સમિતિ બેન્કોમાં કૌભાંડોનાં કારણો અને તેને રોકવા માટેના ઉપાયો સૂચવશે.

આરબીઆઇના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટરના પૂર્વ સભ્ય વાય.એચ. માલેગામને સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. બોર્ડ ઓફ ડિરેક્ટરના વર્તમાન સભ્ય ભરત દોશી, કેનેરા બેન્કના પૂર્વ અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તથા સેબીના પૂર્વ ફુલટાઇમ સભ્ય એસ. રમન અને રિઝર્વ બેન્ક ઇન્ફર્મેશન ટેક્નોલોજીના સીઇઓ નંદકુમાર સર્વદેને સમિતિના સભ્ય બનાવાયા છે. આરબીઆઇના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એ. કે. મિશ્રા સમિતિના સભ્ય સચિવ હશે.

આ સમિતિ બેન્કોની એસેટ્સનું વર્ગીકરણ અને જોગવાઇમાં આરબીઆઇના મૂલ્યાંકનની તુલનાએ જે અંતર છે તેની તપાસ કરશે અને આ અંતર મિટાવવા માટે કેવા ઉપાયોની જરૂર છે તેનું સૂચન કરશે. બેન્કોમાં થતા વિવિધ ઓડિટની ભૂમિકા અને તેની અસર અંગે પણ તપાસ કરશે.

You might also like