કાચું દૂધ પીશો તો ઘાતક ફૂડ પૉઇ‌ઝનિંગનું જોખમ વધશે

દુધાળાં ઢોરને દોહીને તરત જ નીકળેલું કાચું દૂધ પીવાનો ક્રેઝ પાછો આવી રહ્યો છે એ ચિંતાજનક છે એવું નિષ્ણાતોનું કહેવું છે. દૂધ પૅશ્ચરાઇઝ ન કરવાથી એમાં રહેલા હાર્મફુલ બૅક્ટેરિયા સ્વાસ્થ્ય માટે જોખમી નીવડી શકે છે, જ્યારે પૅશ્ચરાઇઝેશન પદ્ધતિ વિકસી નહોતી ત્યારે પણ લોકો દૂધ ઉકાળીને પીતા હતા. અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ અૅન્ડ પ્રિવેન્શને બહાર પાડેલી ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે દૂધ અને દૂધની પેદાશો વાપરવી હોય તો એ પૅશ્ચરાઇઝ  કરેલી હોય એ જરૂરી છે. પૅશ્ચરાઇઝેશનમાં ખૂબ ઊંચા તાપમાને દૂધ ગરમ કરવામાં આવે છે, જેના કારણે કોઇ પણ હાનિકારક બૅક્ટેરિયા હોય તો એનો નાશ થઇ જાય છે.
http://sambhaavnews.com/

You might also like