પ્રતિબંધ પર રવિન્દ્ર જાડેજાનુ ટ્વીટ- ”હમ શરીફ કયા હુએ, સારી દુનિયા હી બદમાશ હો ગઇ”

શ્રીલંકા વિરુદ્ધ કોલંબો ટેસ્ટ મેચમાં મેન ઓફ ધ મેચ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને ICC દ્વારા એક ટેસ્ટ મેચ પર મૂક્યો છે. ત્યારબાદ રવિન્દ્ર જાડેજાએ ટ્વિટર પર હૈયું ખોલતા તેનું દર્દ છલકાતું જોવા મળ્યું હતું. રવિન્દ્ર જાડેજાએ સોમવારે ટ્વિટર પર ટ્વિટ કર્યું હતું કે ‘ ”હમ શરીફ કયા હુએ, સારી દુનિયા હી બદમાશ હો ગઇ”. તમને જણાવી દઇએ કે ICCના કોડ ઓફ કન્ડક્ટને ભંગ કરવાના કારણે નંબર 1 ટેસ્ટ બોલર જાડેજાને ત્રીજી ટેસ્ટથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

નોંધપાત્ર છે કે આ સસ્પેન્શન બાદ પણ જડેજાના ખાતામાં 6 ડિમેરિટ પોઇન્ટ રહેશે. આગળ જો 24 મહિનામાં આ સંખ્યા 8 કે તેથી વધુ થશે, તો તે ચાર સસ્પેન્શન પોઇન્ટમાં બદલાઈ જશે. તેનો અર્થ એ છે કે સંબંધિત ખેલાડીઓને બે ટેસ્ટ અથવા ચાર વનડે ઇન્ટરનેશનલ અથવા તો આટલા જ ટી-20 ઇન્ટરનેશનલ મેચ- જે પહેલા આવે, રમવા પર બેન લાગી જશે.

કોલંબો ટેસ્ટ સહિત છેલ્લા 24 મહિનામાં જાડેજા સામે ડિમેરિટ પોઇન્ટ 6 સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ આઈસીસીએ જાડેજા સામે આ પગલું ભર્યું હતું. આઇસીસીની કાર્યવાહીના ભાગરૂપે મેચ ફીના 50 ટકા દંડ ઉપરાંત ત્રણ ડિમેરિટ પોઇન્ટ તેના પર લગાવામાં આવ્યા છે.

શુ થયુ હતુ..

કોલંબો ટેસ્ટના ત્રીજા દિવસે જ્યારે શ્રીલંકાની ટીમ બીજી ઇનિંગ્સમાં ફોલોઅન રમવા ઉતરી ત્યારે શ્રીલંકાની ઇનિંગ્સની 58મી ઓવરમાં જાડેજાએ ક્રિઝ પર હાજર શ્રીલંકાના બેટસમેન દિમૂથ કરૂણારત્ને પર બિનજરૂરી થ્રો કર્યો હતો. જ્યારે બેટસમેને રન લેવાનો પ્રયાસ કર્યો ન હતો.

જાડેજાને આઈસીસીની કલમ 2.2.8 ના ભંગ મામલામાં દોષી ગણાયો છે. તેનો સ્પષ્ટ અર્થ એ છે કે અયોગ્ય અથવા હાનિકારક રીતે કોઈ પણ ખેલાડી, ખેલાડીની સહાયક, ઐયર અથવા મેચ રેફરીની બાજુ બોલ અથવા કોઈ અન્ય સાધનો જેવા કે પાણીના બોટલ વગેરેને ફેંકવું ખોટું છે.

ઉલ્લેખનીય છેકે, આ પહેલા જાડેજા પર આચાર સંહિતાની કલમ 2.2.11ના ભંગ મામલામાં ઓક્ટોબર 2016માં ન્યૂઝીલેન્ડ સામે ઇન્દોર ટેસ્ટ દરમિયાન 50 ટકા દંડની સાથે ત્રણ ડિમેરિટ પોઇન્ટ લગાવવામાં આવ્યા હતા. ત્યારે જડેજાને બે વખત અનૌપચારિક અને એક સત્તાવાર ચેતવણી પણ આપવામાં આવી હતી. તે ચોથી વખત પીચના સલામત ક્ષેત્રમાં જઇ તેને નુકસાન પહોંચાડ્યું હતું.

You might also like