આફ્રિકામાં ‘સર’ જાડેજાની મસ્તી, ‘સિંહ તો સિંહ હોય છે’….

ભારતીય ટીમ ભલે દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણીમાં પરાજય થયો પરંતુ ખેલાડીઓનું મનોબળ હજી પણ મક્કમ દેખાઇ રહ્યું છે. ત્રીજી ટેસ્ટ અગાઉ ભારતીય ટીમના ખેલાડીઓ ફ્રેશ થવા માટે આફ્રિકામાં ફરી રહી છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સિંહ સાથે મસ્તી કરતો પોતાનો ફોટો અપલોડ કર્યો છે.

જાડેજાએ ફોટો અપલોડ કર્યા બાદ લખ્યું છે કે, સાસણ ગીર હોય કે જ્હોનિસબર્ગ, પિંજરામાં પુરાયેલા સિંહને ઘણા લોકો પત્થર મારે છે, પરંતુ અસલી ‘મર્દ’ સિંહ સામે ઉભો રહે છે.

ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયા ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી પહેલાથી જ હારી ગઇ છે. ટીમ ઇન્ડીયા હાલમાં શ્રેણીમાં 2-0થી પાછળ છે. ત્રીજી ટેસ્ટ શ્રેણી 24 જાન્યુઆરીથી શરૂ થઇ રહી છે. ભારતને બીજી ટેસ્ટમાં પાંચમા દિવસે 135 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ મેચ કેપટાઉનમાં 72 રને હારી ગયું હતું.

ખરેખર તો ટીમ ઇન્ડિયાની હારનું એક કારણ અભ્યાસ મેચ નહીં રમી હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ટીમના પ્રવાસની શરૂઆતમાં ખેલાડીઓ આફ્રિકામાં અલગ-અલગ વિસ્તારમાં ફરીને મજા માણી પણ અભ્યાસ મેચ રમ્યા નહોતાં. જેને લઇને પૂર્વ ક્રિકેટરોએ વિરોધ કર્યો હતો.

You might also like