અરે આ શું! જાડેજાનો મેન ઓફ ધ મેચ પુરસ્કાર મળી આવ્યો કચરામાંથી!

ક્રિકેટ મેચ નિહાળતી વખતે તમે જોયું હશે કે મેચ પૂરી થયા બાદ જ્યારે પણ કોઈ ખેલાડીને કોઈ પુરસ્કાર આપવામાં આવે છે તેની સાથે ચેકની એક પ્રતિકૃતિ (રેપ્લિકા) પણ આપવામાં આવે છે. આ પ્રતિકૃતિનો ફક્ત કંપનીની જાહેરાત કરવા અને તસવીર ખેંચાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. બધા જાણે છે કે આટલો મોટો ચેક લઈને કોઈ ખેલાડી બેન્કમાં જતાં નથી.

ભારત અને વિન્ડીઝ વચ્ચે વન ડે શ્રેણીની પાંચમી મેચ કેરળના તિરુવનંતપુરમમાં રમાઈ હતી. એ મેચમાં ચાર વિકેટ ઝડપનારા ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. એવોર્ડની સાથે તેને એક લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. જોકે આ ચેકની પ્રતિકૃતિ કચરામાંથી મળી આવતાં BCCIની ટીકા થઈ રહી છે. આ તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે.

કેરળનાં એક એનજીઓએ આ તસવીર સોશિયલ મીડિયામાં શેર કરીને BCCIની આકરી ટીકા કરી છે. કેરળના એનજીઓનો દાવો છે કે આ એવોર્ડ રવીન્દ્ર જાડેજાનો છે. એક કર્મચારી સ્ટેડિયમ પાસે જ્યારે કચરો એકઠો કરી રહ્યો હતો ત્યારે તેને ચેકની આ પ્રતિકૃતિ મળી. એનજીઓએ BCCIને અપીલ કરી છે કે મેચ દરમિયાન પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવામાં આવે, જેથી પર્યાવરણને નુકસાન ન થાય. આવા એવોર્ડને પ્લાસ્ટિકના બદલે કાગળનો બનાવવો જોઈએ, જે આસાનીથી નષ્ટ થઈ શકે છે.

Dhruv Brahmbhatt

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 months ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 months ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 months ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 months ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 months ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 months ago