.’..તો આ છે ધોનીનો મેચ જીતવાનો મંત્ર’, રવિન્દ્ર જાડેજાએ કર્યો ખુલાસો

ચેન્નાઇ સુપરકિંગ્સે 2 વર્ષ પછી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL) ધમાકેદાર કમબેક કર્યુ છે. હાલમાં IPLમાં એમ.એસ.ધોનીની કેપ્ટન્સીમાં CSK 14 પૉઇન્ટની સાથે પૉઇન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે. ધોનીની ટીમે આટલી શાનદાર રીતે વાપસી કઇ રીતે કરી? કેપ્ટને ટીમને જીતનો કયો મંત્ર આપી દીધો? આ વાતનો ખુલાસો ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ કર્યો.

રિપોર્ટ અનુસાર, ધોનીએ ટીમની એનર્જી વધારી દીધી છે. જાડેજાએ કહ્યુ કે, ”ધોનીએ તમામ વાત ખૂબ જ સરળ રાખી છે અને કોઇ પણ પરિસ્થિતિમાં પોતાના પ્લેયર્સનું સમર્થન કરવાનું નથી છોડતો. જેનાથી કોઇ પણ હાર પાછળ કોઇ પ્લેયરને જવાબદાર નથી ઠેરાવી રહ્યા અને આ કારણથી ટીમ એકસાથે થઇને આગળ વધી રહી છે.”

રવિન્દ્ર જાડેજાએ કહ્યુ કે, ”અમે જીતીએ કે હારીએ, કોઇ પણ એકબીજા પર આરોપ નથી લગાવતા, આખી ટીમ જીત અને હાર માટે જવાબદાર છે. આ જ ચેન્નાઇ સુપરકિંગ્સનો મંત્ર છે. માહી ભાઇ હંમેશા કહે છે કે, હારીશું પણ સાથે અને જીતીશું પણ સાથે જ, તેઓ અમારા પર વિશ્વાસ રાખે છે અને સતત પ્રોત્સાહન આપે છે.”

ધોની હાલમાં શાનદાર ફોર્મમાં છે અને તેની ટીમ સિવાય અન્ય ટીમના મેમ્બર પણ તેમના વખાણ કરી રહ્યા છે. ધોનની ઇનિંગ પછી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લરોના કેપ્ટન વિરાટ કોહલીએ પણ તેના વખાણ કર્યા છે. કોહલીએ કહ્યુ કે, ”ધોનીનો ફોર્મ ટીમ ઇન્ડિયા માટે ખૂબ જ સારી વાત છે.”

વિરાટ કોહલીએ કહ્યુ કે, ”એમ.એસ.ધોનની શાનદાર બેટિંગ જોવા માટે તમામ લોકો એક્સાઇટેડ હોય છે, જે રીતે તે બેટિંગ કરે છે તે શાનદાર છે. ભારતીય ટીમ માટે આ સારી વાત છે, માહીભાઇનું ફોર્મ ભારતીય ક્રિકેટ માટે સારો સંકેત છે.”

You might also like