કઠુઆ ગેંગરેપમાં પીડિતને ન્યાય આપો, જાડેજાએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી ફોટો

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને કઠુઆ ગેંગરેપનો વિરોધ વ્યક્ત કર્યો છે. હાથમાં પોસ્ટર સાથેનો ફોટો શેર કરી વિરોધ નોંધાવ્યો છે. તો બાળકીને ન્યાય મળે એ માટેની પણ અપીલ રવિન્દ્રએ કરી છે. રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે, હું હિન્દુસ્તાની છુ અને હું શર્મ અનુભવું છું.

 

ઉલ્લેખનીય છે કે, આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ” રેપની ઘટનાઓએ દેશ માટે શરમજનક કહેવાય. દેશની જે દિકરીઓને સાથે અન્યાય થયો છે તેને ન્યાય જરૂરથી મળશે. કોઇપણ અપરાધી બચી નહી શકે.”

ગત બે દિવસથી જે ઘટના ચર્ચામાં ચાલી રહી છે જે કોઇપણ સભ્ય સમાજ માટે શરમજનક કહેવાય. એક સમાજ તરીકે, એક દેશ તરીકે આપણે બધા આના માટે શર્મસાર છીએ.

You might also like