‘જલદી હારી જાવ, ડિનર સાથે કરીશું’

ધર્મશાલાઃ ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીમાં જોરદાર સ્લેજિંગ થઈ અને તેની અસર અંતિમ ટેસ્ટના ત્રીજા દિવસે પણ જોવા મળી. ગઈ કાલની રમત પૂરી થયા બાદ જાડેજાએ કહ્યું, ”મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ બનવાથી મહત્ત્વપૂર્ણ એ છે કે તમને ટીમમાંનો મહત્ત્વનાે ખેલાડી માનવામાં આવે.”

ગઈ કાલે જ્યારે મેક્સવેલ આઉટ થયો ત્યારે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન મેથ્યુ વેડ અને ફિલ્ડિંગ કરી રહેલા જાડેજા વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સમયે અશ્વિને વચ્ચે પડી મામલો થાળે પાડ્યોહતો. આ અંગે જાડેજાને પૂછવામાં આવતાં તેણે જણાવ્યું, ”તમે જાણો છો કે મેચ દરમિયાન મેદાનમાં શું થાય છે. તેણે શું કહ્યું હતું એ બધા જાણે છે. મેં તેનો જવાબ આપ્યો કે તમે જલદીથી આઉટ થઈ જાવ, પછી તમારી પાસે ટાઇમ હશે તો સાથે ડિનર કરીશું.”

બાઉન્સરના બદલામાં બાઉન્સરના સવાલ પર જાડેજાએ જણાવ્યું, ”ઓસ્ટ્રેલિયનો ૧૪૦ કિ.મી.ની ઝડપથી બોલિંગ કરી રહ્યા હતા. આપણા બોલર્સે પણ એવું જ કર્યું. બોલર્સને સારો બાઉન્સ મળી રહ્યો હતો. જ્યાં સુધી બાઉન્સરને રમવાની વાત છે ત્યાં સુધી મેં આવી પરિસ્થિતિનો સામનો પહેલી ટેસ્ટમાં પણ કર્યો હતો. મારી કોશિશ એ હતી કે સાહા સાથે મળીને સ્કોરને ૩૦૦ની નજીક લઈ જવો. મને બેટિંગમાં મજા આવી. હવે હું ખુદને ટેસ્ટનો ખેલાડી કહી શકું છું. પહેલાં મને ટી-૨૦ અને વન ડેને ખેલાડી કહેવામાં આવતો હતો, પરંતુ આ સિઝનમાં ટેસ્ટમાં સારી બોલિંગની સાથે સારી બેટિંગ પણ કરી છે.”
http://sambhaavnews.com/

You might also like