જાડેજાની કારનો એક્ટિવા સાથે અકસ્માત, યુવતીને હોસ્પિટલ ખસેડાઇ

જામનગરઃ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની ઓડી કારનો અકસ્માત થયો છે. શનિવારે સવારે રવિન્દ્ર જાડેજા પોતાની પત્ની સાથે ઓડી કારમાં જઇ રહ્યો હતો. ત્યારે અચાનક તેની કાર સામે  એક્ટિવા ચાલક  યુવતી આવી જતા કારનો અકસ્માત સર્જાયો હતો. કાર જાડેજા ચલાવી રહ્યો હતો. અકસ્માત બાદ રવિન્દ્ર જાડેજા અને તેની પત્નીએ યુવતીને 108ની મદદથી હોસ્પિટલ પહોંચાડી હતી. યુવતીને હાથ અને પગે ઇજાઓ પહોંચી છે.

જામનગરના જોગર્સપાર્ક વિસ્તારમાં આવેલા પાર્ક કોલોની સોસાયટીમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પોતાની પત્ની સાથે કાર લઈને પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન એક્ટિવા પર જઈ રહેલી યુવતી ત્રીતી શર્મા અચાનક કાર સામે આવી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવતીને હાથે અને પગે ઈજા થઇ હતી. યુવતી વિદ્યાસાગર ઈન્ફોટેકમાં અભ્યાસ કરી રહી છે.

http://sambhaavnews.com/

You might also like