રવિન્દ્ર જાડેજા અને રેવાબા જોડાશે લગ્નગ્રંથીએ

રાજકોટઃ રાજકોટમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજા અને રીવાબાનાં લગ્ન સબંધી વિવિઘ સમારોહની શરૂઆત થઇ ગઇ છે. ગઇ કાલે રિવાબાના ઘરે સંગીત અને મહેંદી રસમ બાદ આજે મંડપમૂર્હૂતનો કાર્યક્રમ છે. જ્યારે આવકી કાલે રિતરીવાજ મુજબ રવિન્દ્ર જાડેજા અને રીવાબા લગ્નગ્રંથીએ જોડાશે. ત્યારે બંને પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ઈમ્પીરીયલ હોટેલ ખાતે ગઇ કાલે રીવાબાની સંગીતસંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રીવાબા નાં માતા પિતા અને પરિવાર નાં તમામ સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા. રીવાબાએ અહીં પરફોર્મન્સ પણ આપ્યું હતું. આ પ્રસંગે રીવાબા પણ ચુસ્ત રજવાડી ડ્રેસમાં જોવા મળ્યા હતા.

હોટેલનો બેન્કવેટને સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો. રીવાબાના પરિવારજનો પાસેથી મળતી માહિતી મુજબ સામાન્ય રીતે લગ્ન પ્રસંગમાં વરરાજાની જાન આવે છે. પરંતુ રીવાબા અને રવીન્દ્ર જાડેજાનાં લગ્નમાં ક્ષત્રીય સમાજ ની પરંપરા મુજબ આજે રીવાબાને તેડવા માટે વેલ એટલે કે ખાંડુ આવશે અને સમાજના રીતરીવાજ મુજબ તમામ વિધિ કરવામાં આવશે. જ્યારે રવિવારે એટલે કે 17 એપ્રિલના રોજ રવિન્દ્ર જાડેજા અને રેવાબા લગ્નગ્રંથીએ જોડાશે.

You might also like