અશ્વિનની પત્ની અને વીરુની ટ્વિટ વાયરલ થઈ

નવી દિલ્હીઃ ભારતે ઇન્દોરમાં ન્યૂઝીલેન્ડને ૩૨૧ રનથી હરાવીને શ્રેણી ૩-૦થી જીતી લીધા બાદ ટીમ ઇન્ડિયા પર ચારે બાજુથી શુભેચ્છાઓનો વરસાદ વરસી રહયો છે. હોલકર સ્ટેડિયમમાં રવિચંદ્રન અશ્વિને ન્યૂઝીલેન્ડની બીજી ઇનિંગ્સમાં સાત વિકેટ ઝડપીને ભારતને ચોથા જ દિવસે વિજય અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

વીરેન્દ્ર સહેવાગ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પોતાની અનોખી કમેન્ટ્સ માટે બહુ જાણીતો છે. આ વખતે વીરુએ ટ્વિટ કર્યું હતું, ”અશ્વિનને સાતમી વાર મેન ઓફ ધ સિરીઝ બનવા બદલ શુભેચ્છા. ફક્ત પરિણીત વ્યક્તિ જ ઘેર જલદી પહોંચવાના મહત્ત્વને સમજી શકે છે.” અશ્વિનની પત્ની પ્રીતિએ વળતી ટ્વિટથી જવાબ આપ્યો, ”આમાં મારી કોઈ ભૂમિકા નથી.” વીરેન્દ્ર સહેવાગની પત્ની આરતી પણ થોડા દિવસથી ટ્વિટર પર સક્રિય થઈ છે. આરતીએ પણ આ ટ્વિટ વોરમાં ઝંપલાવ્યું ને ટ્વિટ કર્યું, ”મારી પણ આવા મામલામાં કોઈ ભૂમિકા હોતી નથી. આ બંને હંમેશાંથી જલદીમાં જ હોય છે.”

You might also like