ટેસ્ટ ટીમમાં અશ્વિન-જાડેજાનું પુનરાગમન થશે?

મુંબઈ ઃ ભારતીય ક્રિકેટ બોર્ડની સિલેક્શન કમિટી આજે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામેની અનુક્રમે ટી-૨૦ અને ટેસ્ટ સિરીઝ માટે ખેલાડીઓની પસંદગી કરશે ત્યારે રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાના પુનરાગમન પર પણ ચર્ચા થશે. આ ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલીને કઈ સિરીઝમાં આરામ આપવો તે પણ નક્કી કરવામાં આવશે. ઈંગ્લેન્ડમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ટીમ ઈન્ડિયા સતત રમતી આવી છે. ખેલાડીઓની હેલ્થ અને થાકને નજરે રાખીને ટીમ મેનેજમેન્ટે રોટેશન પોલિસીનો પ્રારંભ કર્યો છે. કેપ્ટન કોહલી સતત ત્રણેક ફોર્મેટમાં રમતો આવ્યો છે. જૂન મહિના બાદ તે ત્રણ ટેસ્ટ, ૨૩ વન-ડે અને  ત્રણ ટી-૨૦ રમી ચૂક્યો છે. કોહલીને આરામ આપીને રોહિત શર્માને ન્યૂઝીલેન્ડ સામેની ટી-૨૦ સિરીઝમાં ટીમનું સુકાન સોંપવામાં આવે તેવી પણ શક્યતા છે. કોહલી જો ટી-૨૦ સિરીઝ રમશે તો તેને શ્રીલંકા સામેની સિરીઝમાં આરામ અપાશે.

You might also like