રવિ શાસ્ત્રીથી થઈ ગઈ મોટી ભૂલ, હવે ઊડી રહી છે મજાક

નવી દિલ્લી: રવિ શાસ્ત્રીના ફેન્સ આજકાલ સોશિયલ મીડિયા પર તેમની મજાક ઉડાવી રહ્યા છે. હકીકતમાં તેનું કારણ ઘણું રોચક છે અને ખુદ શાસ્ત્રીએ આ ભૂલની કારણે તેમના ફેન્સ તેમની મજાક ઉડાવી રહ્યા છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર રવિ શાસ્ત્રી પોતાની દમદાર કોમેન્ટ્રી માટે જાણીતા છે. પરંતુ કોલકાતામાં રમાયેલી ત્રીજી વનડે મેચમાં પોસ્ટ પ્રેજન્ટેશન સેરેમની દરમિયાન તેમણે એક મોટી ભૂલ કરી હતી. જેના કારણે હવે સોશિયલ મીડિયા પર તેમની મજાક ઊડી રહી છે. હકીકતમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી અંતિમ વનડે મેચમાં ઓલરાઉન્ડ બેન સ્ટોક્સ મેન રહ્યા હતા. તેમની સાથે વાત કરતા શાસ્ત્રીએ ભૂલ કરી હતી. મેન ઓફ ધ મેચ એવોર્ડ લેવા આવેલા બેન સ્ટોક્સ પાસે શાસ્ત્રીએ સવાલ કર્યો કે અંતિમ ઓવરમાં કેચ માટે બોલ તમારી પાસે આવી રહ્યો હતો ત્યારે તમારા દિમાગમાં શું ચાલી રહ્યું હતું. આના પર સ્ટોક્સે કોઈ ઓવર-રિએક્શન વગર જવાબ આપ્યો કે કેચ તેમણે નહિ પણ સેમ બિલિંગ્સે પકડ્યો હતો.

બસ, શાસ્ત્રીની આ ભૂલ તેમને ભારે પડી ગઈ એટલી ભારે કે જ્યારે કેટલાક ફેન્સ તેમની ઘણી મજાક ઊડાવી રહ્યા છે. કેટલાક ફેન્સનું તો એવું કહેવું છે કે આ મેચ કોલકાતામાં રમાઈ હતી, જ્યાં સૌરવ ગાંગૂલીનું ઘર છે અને બંને બંચે જે ચાલી રહ્યું છે એ કોઈનાથી છૂપું નથી એના કારણે શાસ્ત્રીથી આ ભૂલ થઈ ગઈ.

You might also like