‘ટર્નિંગ વિકેટ પર રમવામાં ખોટું શું છે?’

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં પીચને લઈને ઘણા સવાલો ઊઠી રહ્યા છે, પરંતુ ભારતીય ટીમના ડિરેક્ટર રવિ શાસ્ત્રીને ટેસ્ટ મેચ ત્રણ દિવસમાં પૂરી થવામાં કંઈ ખોટું દેખાતું નથી. શાસ્ત્રીએ આ સાથે જ ત્રણ ડિસેમ્બરે દિલ્હીમાં રમાનારી ચોથી અને અંતિમ ટેસ્ટમાં પીચ સ્પિનર્સને મદદરૂપ હોવાના સંકેત પણ આપ્યા છે.

ભારતે મોહાલીમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાને બે દિવસ બાકી હતા ત્યારે જ હરાવી દીધું હતું. નાગપુર ખાતેની ત્રીજી ટેસ્ટ પણ ત્રણ દિવસમાં જ પૂરી થઈ ગઈ હતી.
મહેમાન ટીમના કેપ્ટન હાશિમ આમલાનું કહેવું હતું કે તેને યાદ નથી આવતું કે તેણે આનાથી મુશ્કેલ પરિસ્થિતિ જોઈ હોય, પરંતુ શાસ્ત્રીને આવી પીચ પર રમવામાં કંઈ ખોટું દેખાતું નથી. ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શાસ્ત્રીએ કહ્યું, ”એમાં કંઈ ખોટું નથી. મને આશા છે કે દિલ્હીમાં પણ આવી જ વિકેટ હશે.”

You might also like