“વિરાટ કોહલી મશીન નથી જેને રોકેટ સમજીને ફ્યૂલ ભરી શકાય”

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને ટેકો આપતા કહ્યું હતું કે તે એક મશીન નથી, તે એક મનુષ્ય છે. ગરદનમાં ઇજાને કારણે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઇંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ રમવા નહીં જઈ શકે. બોર્ડ ઑફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) એ તેની કાઉન્ટી ક્રિકેટ ન રમવા અંગે માહિતી આપી હતી.

કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, ‘ઈજાના લીધે વિરાટને કાઉન્ટી ક્રિકેટમાંથી પાછી ખેંચવાનો નિર્ણય લેવો પડ્યો હતો. તે કોઈ મશીન નથી, તે એક મનુષ્ય છે. એવું નથી કે તેને રોકેટ ફ્યૂલ ભરીને પાર્કમાં લઈ જવાય. ટોપ ડોગ સાથે પણ આવું ન કરી શકાય કે તેમાં રોકેટ ફ્યુઅ ભરી દેવામાં આવે.’

જ્યારે સરે ક્રિકેટ ક્લબે નિવેદન બહાર પાડ્યું કે વિરાટ આ સિઝનમાં ક્લબનું પ્રતિનિધિત્વ કરી શકતા નથી, ત્યારે ક્લબના સત્તાવાર પૃષ્ઠ પરના એક યુઝરે ટિપ્પણી લખી હતી – “તેણે રીફંડ મળવો જોઈએ જેને વિરાટ કોહલીની રમત જોવા માટે ટિકિટ ખરીદી હતી. ‘ તે ખૂબ જ સ્પષ્ટ છે કે, વિરાટના કાઉન્ટી ક્રિકેટને ન રમવાના લીધે સરેની આવકમાં કોઈ નુકસાન થશે નહીં.

સરે ડિરેક્ટર ઓફ ક્રિકેટ એલેક સ્ટુઅર્ટે જણાવ્યું હતું કે, “તે ખૂબ જ દુ: ખની વાત છે કે વિરાટ જૂન મહિનામાં સમગ્ર ક્રિકેટ ક્લબનું પ્રતિનિધિત્વ કરી શકશે નહીં. પરંતુ અમે સમજી શકીએ છીએ કે ખેલાડીને ઈજા થાય છે અને અમારે BCCIની મેડિકલ ટીમના નિર્ણયનો આદર કરવો જોઈએ. વિરાટની ઇજાઓને કારણે તેણે ક્લબ ક્રિકેટમાંથી બહાર જવાની વાત રજુ કરી હતી.

કોહલી બુધવારે તબીબી મુલાકાત માટે મુંબઇના એક હોસ્પિટલમાં ગયો હતો ત્યારબાદ એવા અહેવાલો હતા કે તેને સ્લિપ ડિસ્ક થયું છે અને તે ઇંગ્લેન્ડના પ્રવાસ પહેલા સરે માટે કાઉન્ટી ક્રિકેટ રમી શકશે નહીં. બાદમાં બોર્ડના એક અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે વિરાટને સ્કિપ ડિસ્ક નથી. આ કેસમાં તેને નેક સ્પ્રેન એટલે ડોક મચકોડાઈ ગઈ છે.

બોર્ડના વતી એમ કહેવામાં આવ્યું હતું કે તબીબી ટીમ દ્વારા ચેકઅપ પછી વિરાટને કાઉન્ટી ક્રિકેટ ન રમવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. BCCI મેડિકલ ટીમની દેખરેખ હેઠળ ટીમ ઈન્ડિયાના કેપ્ટને હવે રીહેબીલિટેશનમાં રહેવું પડશે. BCCIની તબીબી ટીમ તેની સંભાળ લેશે. કોહલી ટૂંક સમયમાં તાલીમ શરૂ કરશે અને 15મી જૂનના રોજ બેંગલુરુના એનસીએમાં તેમની ફિટનેસ ટેસ્ટ થશે. તબીબી ટીમ એવી અપેક્ષા રાખે છે કે તેઓ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ કરતા પહેલાં ફિટ થઈ જશે.

You might also like