ગૌરી લંકેશની હત્યા કર્ણાટક સરકારની મોટી હાર: રવિશંકર પ્રસાદ

કન્નડ પત્રકાર ગૌરી લંકેશની હત્યા પર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે સવાલ ઉભો કર્યો છે. લંકેશ નક્સલિઓને સરેન્ડર થવા માટે મદદ કરતી હતી. રવિશંકર પ્રસાદે કહ્યું કે ગૌરી નક્સલિઓને સમર્થન આપતી હતી તો તે આ કોનાં આદેશથી કરી રહી હતી?

જો ગૌરી લંકેશનાં આ કાર્યને લઇ રાજ્ય સરકારને ખબર હતી તો એમણે સિક્યુરીટી સુરક્ષા કેમ આપવામાં ન આવી. ગૌરી લંકેશની હત્યાને રવિશંકર પ્રસાદે કર્ણાટક સરકારની સૌથી મોટી હાર ગણાવી છે. સાથે રવિશંકર પ્રસાદે એ પણ પ્રશ્ન ઉભો કર્યો છે કે કેરલમાં આરએસએસનાં કાર્યકર્તાઓની પણ હત્યા થતી હોય છે પરંતુ એને મુદ્દો બનાવવામાં નથી આવતો.

You might also like