કેન્દ્રીયપ્રધાન રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર કર્યા પ્રહાર, રાહુલ પર સાધ્યું નિશાન

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે અમદાવાદમાં મીડિયા સમક્ષ પાટીદાર અનામત મુદ્દે નિવેદન આપ્યું હતું. કોંગ્રેસ અનામતના નામે મતોની સોદાગરી ન કરે. 50 ટકાથી વધુ અનામત શક્ય નથી. કોંગ્રેસ પાટીદારો સાથે છળ કરવાનું બંધ કરે. આમ રવિશંકરપ્રસાદે કોંગ્રેસને આડેહાથ લીધી હતી. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને આડેહાથ લીધા હતા.

રવિશંકર પ્રસાદે કહ્યું કે રાહુલ ગાંધી હિલેરી ક્લિન્ટનને કહ્યું હતું કે લશ્કર એ તોયબા કરતા હિન્દુ આતંકવાદ વધારે ગંભીર છે. રાહુલ ગાંધી હાફિઝ મામલે બેજવાબદારી પૂર્વક નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધી હિન્દુ આતંકવાદને વધુ ખતરો માને છે. 2010માં રાહુલ ગાંધીએ હિલેરી ક્લિન્ટ સમક્ષ આ પ્રકારનું નિવેદન કર્યું હતુ.

રવિશંકર પ્રસાદે જણાવ્યું કે હું રાહુલ અને સોનિયા ગાંધીને પુછવા માગુ છું કે સરદાર પટેલના મૃત્યુના 50 વર્ષ બાદ પણ ભારત રત્ન કેમ નમળ્યું ? કોંગ્રેસ પાર્ટી જવાબ આપે કે સરદાર પટેલનું અપમાન કેમ ? ગુજરાતની જનતા ઐતિહાસિક મતદાન કરશે. જ્યારે વિશ્વભરમાં સર્જિકલ સ્ટ્રાઇકની પ્રશંસા કરવામાં આવી ત્યારે રાહુલ ગાંધી સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માગી રહ્યાં છે.

You might also like