રવિનાની કમબેક ફિલ્મ ‘માતૃ’ નું ટ્રેલર રિલીઝ

રવિના ટંડનની કમબેક ફિલ્મ ‘માતૃ’નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. થોડાક દિવસ પહેલા જ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું જેને બધાએ ખૂબ પસંદ કર્યું છે. ટ્રેલરમાં રવિના જોરદાર એક્શન સીન કરતી નજરે જોવા મળી રહી છે.

‘માતૃ’ માં રવિનાએ એક માની ભૂમિકા નિભાઇ છે. જે પોતાની પુત્રી માટે ન્યાયની લડાઇ લડે છે. આ રોલથી રવીના મોટા પડદા પર પાછી આવી રહી છે. છેલ્લે એને ‘બોમ્બે વેલવેટ’માં એક નાનો રોલ કર્યો હતો અને ત્યારબાદ એ ફિલ્મોમાંથી દૂર જતી રહી હતી. છેલ્લા ઘણા સમયથી આ ફિલ્મની ચર્ચા હતી અને ટ્રેલર જોયા બાદ લાગે છે કે આ બરાબર પણ હતું. રવિના એ આટલી જોરદાર એક્શન સીન્સ આ પહેલા કોઇ પણ ફિલ્મમાં કર્યો નથી.

ફિલ્મ એક રિવેન્જ થ્રિલર છે અને રેપ જેવા મુદ્દા પર સિસ્ટમ દ્વારા કરવામાં આવતી લાપરવાહી પર પણ પ્રશ્નો ઊભા કરે છે. ફિલ્મનું નિર્દેશન અશ્તર સૈય્યદએ કર્યું છે અને માઇકલ પેલિકોએ સ્ટોરી લખી છે. રવિનાની આ કમબેક ફિલ્મ 21 એપ્રિલએ રિલીઝ થશે.

You might also like