બોલિવુડની આ એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર શૅર કરી કોહલી માટેનું FEELINGS

IPL 2018માં મંગળવારે વિરાટ કોહલીની ટીમ (રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર) અને રોહિત શર્માની ટીમ (મુંબઇ ઇન્ડિયન્સ)ની મેચ રોમાંચક રહી અને બંને ટીમોના કેપ્ટનનું શાનદાર પરફૉર્મન્સ જોવા મળ્યું. મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ જ્યાં 94 રનની ઇનિંગ કરી ત્યારે વિરાટ કોહલીએ 92 રન કરીને નૉટ આઉટ રહ્યો. જોકે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર 46 રનની મેચ હારી ગઇ પરંતુ વિરાટે સારી ઇનિંગ રમી. વિરાટની આ ઇનિંગ જોઇને બોલિવુડ એક્ટ્રેસ રવીના ટંડન ખૂબ જ પ્રભાવિત થઇ અને ટ્વીટ કરીને તેના વખાણ પણ કર્યા.

રવીનાએ પોતાના ઑફિશ્યલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને લખ્યુ કે, ”મારું દિલ વિરાટની ઇનિંગ જોઇને બહાર આવી રહ્યું છે. એક યોદ્ધાની જેમ વિરાટ એકલા હાથે RCBની ટીમ માટે લડ્યો. તેણે શાનદાર ઇનિંગ રમી.”

 

તમને જણાવી દઇએ કે, મુંબઇ ઇન્ડિયન્સની ટીમમાં જ્યાં ઇવિન લૂઇસ 65 રન, કૃણાલ પંડ્યા 15 રન અને હાર્દિક પંડ્યા 17 રન કર્યા જ્યારે વિરાટની ટીમના મોટેભાગના પ્લેયર ઓછા રનમાં પેવેલિયન પરત ફર્યા હતા.

જોકે આ વચ્ચે ઉલ્લેખનીય છે કે મેચમાં એક સમય એવો પણ આવ્યો જ્યારે વિરાટ કોહલી એમ્પાયર પર રોષે ભરાયો. વિરાટના ગુસ્સાનું કારણ બની મુંબઇ ઇન્ડિયન્સની બેટિંગ દરમિયાનની 19મી ઓવર. આ ઓવરમાં થર્ડ અમ્પાયરે હાર્દિક પંડ્યાને નૉટ આઉટ જાહેક કર્યો. સાથે જ હાર્દિક પંડ્યાએ તેનો લાભ લેતા આગામી 2 બોલમાં શાનદાર સિક્સ ફટકારી દીધી. તેના કારે કોહલી અમ્પાયર પર રોષે ભરાયો.

કોહલીએ મુંબઇની બેટિંગ પૂરી થયા બાદ પણ અમ્પાયર સમક્ષ આ અંગે નારાજગી વ્યક્ત કરી. કોહલી નિર્ણય બાદ વારંવાર સ્ક્રીન તરફ ઇશારો કરીને અમ્પાયરને ખોટા ઠેરવી રહ્યો હતો.

કોહલીનો ગુસ્સો સમગ્ર મેચ દરમિયાન જોવા મળ્યો. શાનદાર બેટિંગ કરતા કોહલીએ 92 રન ફટકાર્યા. જો કે આ શાનદાર ઇનિંગ બાદ પણ તેઓ પોતાની ટીમને વિજયી ન બનાવી શક્યા. જો કે આ સાથે જ તેઓ આ સીઝનની ઓરેન્જ કેપ હોલ્ડર બની ગયા. તેમ છતાં કોહલીનો ગુસ્સો શાંત ન થયો.

સેરેમની દરમિયાન વિરાટને જ્યારે IPLની ઑરેન્જ કેપ આપવામાં આવી તો તેણે તેને પહેરવાથી ઇનકાર કરી દીધો. ઑરેન્જ કેપ લેતા કોહતીએ પોતાનો રોષ વ્યક્ત કર્યો. કોહલીએ કહ્યું કે, ”હું તેને પહેરવા નથી ઇચ્છતો. હાલ, તેને ફેંકી દેવાનું મન કરે છે અને હું તેના પર ફૉકસ કરવા માંગુ છું કે મે કેવી રીતે વિકેટ ગુમાવી. કોહલીનો આ ગુસ્સો અમ્પાયર માટે નહી પરંતુ RCBના ખેલાડીઓ માટે હતો જે તેનો સાથ આપવામાં નિષ્ફળ રહ્યાં.”

You might also like