રાવણનું નથી થયું દહન, અહીં સુરક્ષિત છે તેમનું મમી

દશેરાના દિવસે ઠેરઠેર રાવણના પુતળા બાળવામાં આવે છે. ત્યારે આજે વિજયાદશમીના દિવસે અમે વાંચકો માટે લઇને આવ્યાં છે. રાવણ સાથે જોડાયેલું એક એવું સત્ય જેનાથી તમે કદાચ અજાણ હશો. જી હા વર્ષોથી ભારતમાં વિજયાદશમીના દિવસે રાવણ દહન થાય છે. પણ રાવણનું મમી આજે પણ શ્રીલંકામાં સુરક્ષિત છે. ઘણા લોકોએ રાવણના મામીને શોધવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે લંકાપતિ રાવણનું શ્રીલંકામાં મમી શોધી કાઢવામાં આવ્યું છે. આ સ્થળે રાવણની સેના રહેતી હતી અને રાવણના મૃત્યુ પછી તેમના મૃતદેહને અહીં રાખવામાં આવ્યો છે.

રાવણથી જોડાયેલા એવા પચાસ સ્થળો શોધી લેવાયા છે. જેનું ઘણું ઐતિહાસિક મહત્વ છે. માન્યતા મુજબ રાવણના મોત બાદ તેના કેટલાક વફાદાર સૈનિકો તેના મૃતદેહને લઇને ખુબ દુર ભાગી ગયા હતા. તેઓએ એવી આશામાં રાવણના મૃતદેહનો મમી બનાવ્યો હતો કે ભવિષ્યમાં તેઓ જીવિત થશે.

રેન્ગલાના જંગલો વચ્ચે એક વિશાળ પર્વત ઉપર ગુફા આવેલી છે. તેમાં રાવણે ઘોર તપસ્યા કરી હતી. આજે પણ તે ગુફામાં રાવણનું મમી સુરક્ષિત રાખવામાં આવ્યું છે.અહી સુધી કોઈ પહોંચી શકતું નથી કેમ કે અહી જંગલી અને ખૂંખાર પ્રાણીઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ભયાનક નાગ પણ મામીની સુરક્ષા કરે છે. રેન્ગલા વિસ્તારમાં આ ગુફા ૮ હજાર ફૂટ પર આવેલી છે.જ્યાં ૧૭ ફૂટ લાંબી પેટીમાં રાવણનું મમી રાખવામાં આવ્યું છે. રાવણના સમયમાં શૈવ સંપ્રદાયમાં સમાધી આપવાની પરંપરા હતી અને રાવણ ચુસ્ત શૈવધર્મી હતા. લોકવાયકા મુજબ મામીની નીચે ઘણો ખજાનો છુપાયેલો છે.

આ ઉપરાંત રાવણ પાસે એક પુષ્પક વિમાન પણ હતું. આ વિમાન ઉતારવા માટે કેટલાક એરપોર્ટ પણ બનાવવામાં આવ્યા હતા. વેરાંગટોક નામનું સ્થળ એરપોર્ટ તરીકે વપરાતું જ્યાં રાવણે સીતાજીનું અપહરણ કરી લાવ્યા બાદ પુષ્પકનું ઉતરાણ કરાવ્યું હતુ.

You might also like