રવા પૌઆ ઢોકળા

સામગ્રીઃ

1 કપ પૌઆ

½ કપ સોજી

1 કપ દહીં

1 ચમચી લીલા મરચાની પેસ્ટ

½ ચમચી ખાંડ

મીંઠુ સ્વાદ અનુસાર

1 ચમની ઇનો ફ્રૂડ સોલ્ટ

વઘાર માટે

1 ચમચી તેલ

1 ચમચી રાઇ

2 લીલા મરચા લાંબા કટ્ટ કરેલા

6-7 મીઠા લીમડાના પાન

1 ચમચી લીલા ઘાણા સમારેલા

ચપટી હીંગ

બનાવવાની રીતઃ એક બાઉલમાં એક કપ દહીં અને એક કપ પાણી મિક્સ કરીને બરોબર હલાવો. પૌઆને 10 મિનિટ પલાડીને રાખો. પછી પાણી નિકાળીને અલગથી રાખો. હવે દહીંના મિશ્રણમાં પૌઆ, સોજી, મરચાની પેસ્ટ, મીંઠુ અને ખાંડ મિક્સ કરો. હવે ઇનો અને બે ચમચી પાણીના મિક્ષણને ખીરામાં મિક્સ કરો. હવે ઢોકળાના કૂકરમાં તેલ લગાવીને તૈયાર મિશ્રણ તેમાં એડ કરો, મીડિયમ આંચ પર 12થી 15 મિનિટ સુધી તેને ચઠવા દો. ઢોકળા તૈયાર થઇ જાય પછી. એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં રાઇ, લીમડાના પત્તા, લીલા મરચા અને હીંગ એડ કરીને વઘાર કરો અને તે તૈયાર કરેલ ઢોકળાની ડીશ પર લગાવો. ગરમા દરમ ઢોકળાને તમે લસણની ચટણી અથવા તો ઘાણાની ચટણી સાથે ખાઇ શકો છો.

You might also like