રતિ અગ્નિહોત્રી અને તેના પતિ સામે વીજળી ચોરવાની ફરિયાદ

મુંબઈ: અભિનેત્રી રતિ અગ્નિહોત્રી અને તેના પતિ અનિલ વીરવાણી સામે 48.96 લાખ રૂપિયાની વીજ ચોરીની ફરિયાદ થઈ છે. ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિસિટી મીટર સાથે ચેડાં કરીને 48.96 લાખ રૂપિયાની 1,77,647 યુનિટ વીજળી ચોરવાના અારોપસર બેસ્ટના એક િવજિલન્સ અોફિસરે અા ફરિયાદ નોંધાવી છે. 2013ના અેપ્રિલ મહિનાથી અાજ સુધી વીજળીની ચોરી કરવામાં અાવતી હોવાનું જણાવીને બેસ્ટે વરલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વરલીના સ્ટર્લિંગ સી ફેસ એપાર્ટમેન્ટમાં રતિ અગ્નિહોત્રીના ફ્લેટમાં ગઈ કાલે વિજિલન્સ અોફિસરે સરપ્રાઈઝ દરોડા પાડ્યા અને વીજળીના મીટરમાં ચેડાં કરવામાં અાવ્યાં હોવાનું શોધી કાઢ્યું હતું.

બેસ્ટના પ્રવક્તા હનુમંત ગોફલોઅે જણાવ્યું કે ‘અમારા વિજિલન્સ અોફિસરે સરપ્રાઈઝ રેડ પાડી હતી અને વીજળીનાં મીટરમાં ચેડાં હોવાનું બહાર અાવ્યું. વીરવાણી પરિવારને અમારી ગણતરી મુજબ અમે 48.96 લાખ રૂપિયાનું બિલ અાપ્યું તેમજ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ 135 હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

હવે પોલીસ રતિ અગ્નિહોત્રી અને તેના પતિનું નિવેદન નોંધે તેવી શક્યતાઅો છે. રતિ અગ્નિહોત્રી અેસી, ગિઝર, વોશિંગ મશીન અને બલ્બ જેવાં વીજળીથી ચાલતાં જે ઉપકરણોનો ઉપયોગ 2013થી કરે છે તેના અાધારે બેસ્ટના સત્તાવાળાઅોઅે ચોરવામાં અાવેલી વીજળીની કિંમત નક્કી કરી. રતિ અગ્નિહોત્રી બેસ્ટને 48.96 લાખ રૂપિયા ચૂકવી દે તો તેઅો પોલીસનો સંપર્ક કરીને સાથે ભળીને ફરિયાદ રદ કરાવી શકે છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઘરેલુ હિંસા બદલ પતિ સમક્ષ ફરિયાદ નોંધાવ્યા બાદ રતિ સમાચારોમાં ચમકી હતી.
http://sambhaavnews.com/

You might also like