રથયાત્રા રૂટ પરનાં ૨૩૨ મકાનને નોટિસ

અમદાવાદ: આગાગમી રવિવારે નિકળનારી રથયાત્રાના રૂટ પરનાં મકાનનો કોર્પોરેશન દ્વારા સર્વે હાથ ધરી ૨૩૨ મકાનને તકેદારીનાં પગલાં લેવા નોટિસ ફટકારી છે.

મધ્ય ઝોનના એસ્ટેટ ઓફિસર રમેશ દેસાઇ કહે છે કે કોર્પોરેશનની ટીમના સર્વેમાં ચાલુ વર્ષે કુલ ૨૩૨ મકાનના માલિક કે કબજેદારને તકેદારીનાં પગલાં લેવાની નોટિસ ફટકારાઇ છે. રથયાત્રા વખતે આવાં મકાનમાં મોટી સંખ્યામાં નાગરિક એકઠા થઇને રથયાત્રા નિહાળવા સંદર્ભે મકાન માલિક કે કબજેદારે યોગ્ય સાવધાની રાખવી પડશે, જ્યાં આવશ્યક લાગે ત્યાં રિપેરિંગ કરાવવું પડશે.

રથયાત્રા રૂટ પરનાં ભયજનક મકાનોની યાદીને તપાસતાં ખાડિયા વોર્ડમાં સૌથી વધુ ૧૩૧ મકાન છે. દરિયાપુરમાં ૭૫ મકાન, જમાલપુરમાં ૧૮ મકાન, શાહીબાગમાં ૬ મકાન અને શાહપુરમાં બે મકાનનો સમાવેશ થાય છે. ગત વર્ષે ભયજનક મકાનોની સંખ્યા ૧૭૩ હતી અને તે પૈકી ખાડિયામાં ૧૮ અને દરિયાપુરમાં ૬ મકાનનું રિપેરિંગ કામ કરાયું હતું. ચાલુ વર્ષે કોર્પોરેશન દ્વારા ચાર ભયજનક મકાનોને તોડી પડાયાં છે.
http://sambhaavnews.com/

You might also like