ટ્રાફિક ન સર્જાય માટે રથયાત્રા દરમિયાન 19 ડાયવર્ઝન આપવામાં આવ્યા

અમદાવાદ: 6ઠ્ઠી જુલાઇએ ભગવાન જગન્નાથજીની 139મી રથયાત્રા નીકળશે. જો કે રથયાત્રાના કારણે ટ્રાફિક વ્યવસ્થાથી કોઇને અગવડતા ન ભોગવવી પડે તે માટે ટ્રાફિક વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી છે. ખાસ કરીને દરેક કર્મચારીઓ સરળતાથી વ્યવસ્થા જાળવી શકે તે માટે સમગ્ર રૂટને 9 સેક્ટરમાં વહેચી દેવામાં આવ્યું છે. અને રથયાત્રાના રૂટને કુલ 20 ડાયવર્ઝન આપવામાં આવ્યાં છે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પ્રારંભથી જ્યાં સુધી યાત્રા પરત નીજ મંદિર ન ફરે ત્યાં સુધી 890 પોલીસ અધિકારી અને કર્મચારીઓ ખડેપગે રહેશે. એટલું જ નહીં વહેલી સવારે મંગળા આરતીમાં જગન્નાથ મંદીરે આવનાર ભક્તજનો માટે અલગથી પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કરીને ભક્તજનો પોતાનું વાહન સલામત રીતે પાર્ક કરી શકે. મંદિરની આસપાસના વિસ્તારમાં 3 સ્થળ પર પાર્કિંગની વ્યવસ્થા કરવામા આવી છે.

– બંધ રૂટ
– જમાલપુર ચોકીથી ખમાસા ચોકી તરફ જતો અને આવતો ટ્રાફિક ક.7:00થી બંધ કરવામાં આવશે
– વૈકલ્પિક રૂટ:
મ્યુ.હેલ્થ સ્લમ ક્વા. (અશોક ભટ્ટ બ્રીજ પશ્ચિમ છેડો) થી ગા. હવેલી તરફનો માર્ગ ઉપયોગ કરી શકાશે.

– બંધ રૂટ
રાયખડ ચાર રસ્તાથી ખમાસા ચોકી તરફ ટ્રાફિક નહી જવા દેવો.
– વૈકલ્પિક રૂટ:
જયશંકર સુંદરી હોલ અને ઇટાલીયન બેકરી તરફ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવશે.

– બંધ રૂટ
રથયાત્રા ખમાસા ચોકી (સમય આશરે 9:00) આવે તે અગાઉ આસ્ટોડીયા દરવાજાથી ટ્રાફિક ખમાસા તરફ નહી
– વૈકલ્પિક રૂટ:
એસ.ટી.સર્કલ, રાયપુર દરવાજા તરફ ડાયવર્ટ કરવામાં આવશે.

– બંધ રૂટ
રથયાત્રા ખાડીયા તરફ આવે ત્યારે પાંચકુવા દરવાજાથી ટ્રાફિક ખાડીયા તરફ જવા ન દેવો.
– વૈકલ્પિક રૂટ:
સારંગપુર તરફ ડાયવર્ટ કરવામાં આવશે.

– બંધ રૂટ
રથયાત્રા કાલુપુર સર્કલ આવે ત્યારે અને પરત આંબેડકર હોલ આવે ત્યારે અમદુપુરા ત્રણ રસ્તા પોઇન્ટ થી નરોડા તરફથી આવતો ટ્રાફિક કાલુપુર બ્રિજ તરફ જવા દેવો નહી.
– વૈકલ્પિક રૂટ:
ચામુંડા બ્રિજ તરફ ડાયવર્ટ કરવામાં આવશે.

જગન્નાથ મંદિરથી સરસપુર સુધી
જગન્નાથ મંદિરથી જમાલપુર દરવાજા બહારથી જમાલપુર ચકલા, વૈશ્ય સભા, ખમાસા ચાર રસ્તા થી જમણી બાજુ વળી ગોળલીમડા ચાર રસ્તા, આસ્ટોડિયા ચકલાથી ડાબી બાજુ વળી મદનગોપાલની હવેલી, છબીલા હનુમાનથી જમણી બાજુ વળી ચકલેશ્વર મહાદેવ થઇ રાયપુર ચોકી સારંગપુર ચકલાથી ડાબી બાજુ થઇ ખાડિયા જૂની ગેટ ખાડિયા ચાર રસ્તા જમણી બાજુ થઇ પાંચકુવા દરવાજા, જૂના શહેર કોટડા પો.સ્ટે. થી ડાબી બાજુ વળી કાલુપુર સર્કલથી જમણી બાજુ કાલુપુર ઓવરબ્રીજ થઇ આંબેડકર હોલ થઇ સરસપુર ખાતે પધારશે.

સરસપુરથી પરત જગન્નાથ મંદિર સુધી
બપોરે સરસપુર વિશ્રામ કર્યા બાદ સરસપુરથી નીકળી કાલુપુર ઓવરબ્રીજ કાલુપુર સર્કલથી જમણી બાજુ થઇ, પ્રેમદરવાજાથી ડાબી બાજુ થઇ જોર્ડન રોડ બેચર લશ્કરની હવેલી દિલ્હી ચકલા, હલીમની ખડકી, શાહપુર દરવાજાથી ડાબી બાજુ થઇ શાહપુર ચકલાથી ડાબી બાજુ રંગીલા ચોકી ઓત્તમ પોળથી ડાબી બાજુ થઇ આર.સી.હાઇસ્કૂલ દિલ્હી ચકલાથી જમણી બાજુ વળી પિત્તળીયા બંબા ઘીકાંટા પોલીસ ચોકી ઘીકાંટા રોડ પાનકોરનાકાથી ડાબી બાજુ થઇ ફુવારા સર્કલ ચાંલ્લા ઓળ સાંકડી શેરીના નાકે થઇ માણેકચોક શાક માર્કેટ ગોળગલીના નાકેથી ડાબી બાજુ થઇ દાણાપીઠ ગોળલીમડા સર્કલથી જમણી બાજુ વળી ખમાસા ચાર રસ્તાથી ડાબી બાજુ વળી વૈશ્યસભા જમાલપુર ચકલા થઇ શ્રી જગન્નાથજી મંદિર પરત પધારશે

સેકટર વિસ્તાર
સેકટર 1 જગન્નાથ મંદિર તથા તેની આજુબાજુ
સેકટર 2 જમાલપુર દરવાજાથી ખાડિયા ચાર રસ્તા
સેકટર 3 ખાડિયા ચાર રસ્તાથી સરસપુર મંદિર થઇ પરત કાલુપુર સર્કલ
સેકટર 4 કાલુપુર સર્કલથી શાહપુર સર્કલ
સેકટર 5 શાહપુર સર્કલથી દિલ્હી ચકલા
સેકટર 6 દિલ્હી ચકલાથી પાનકોરનાકા ચાર રસ્તા
સેકટર 7 પાનકોરનાકાથી માણેકચોક થઇ ગોળલીમડા
સેકટર 8 આશ્રમ રોડ વિસ્તાર તથા અન્ય પોઇન્ટ
સેકટર 9 પાર્કિંગ વ્યવસ્થા – જમાલપુર આસપાસ

 

You might also like