વ્યાજદર ઘટાડાનો લાભ આપવાથી દેશનો આર્થિક વિકાસ વધશે

મુંબઇ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે, પરંતુ તેનો લાભ સામાન્ય લોકો અને ઇન્ડસ્ટ્રીઝ સુધી પહોંચ્યો નથી. વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝના જણાવ્યા પ્રમાણે વ્યાજદરમાં ઘટાડાનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચાડવાથી ભારતની આર્થિક વૃદ્ધિ અને નાણાકીય શાખમાં વધારો થશે. નોંધનીય છે કે આરબીઆઇએ ગઇ કાલની નાણાકીય નીતિ બેઠકમાં વ્યાજદર ‘યથાવત્’ જાળવી રાખ્યાે હતાે, મૂડીઝે તેને બજારની અપેક્ષાને અનુરૂપ ગણાવ્યો હતો અને રેટિંગ એજન્સીએ વધુમાં કહ્યું હતું કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં આવેલા વધારાના કારણે ફુગાવાના દરમાં આગામી દિવસોમાં વધારો જોવાઇ શકે છે.

મૂડીઝે જણાવ્યું હતું કે આરબીઆઇની ઉદાર નાણાકીય નીતિના કારણે લોન કારોબારમાં ઝડપી વધારો થશે કે નજીકના ભવિષ્યમાં ઊંચી આર્થિક વૃદ્ધિ થશે તેવું જણાતું નથી. નોંધનીય છે કે આરબીઆઇએ પાછલા વર્ષના જાન્યુઆરીથી અત્યાર સુધી નીતિગત વ્યાજના દરમાં ૧.૫૦ ટકા સુધી ઘટાડો કર્યો છે, પરંતુ મોટા ભાગની જાહેર ક્ષેત્રની બેન્કોએ તેનો અડધો જ લાભ સામાન્ય લોકો સુધી પહોંચાડ્યો છે.

You might also like