વ્યાજદર નક્કી કરવામાં કેન્દ્રની ભૂમિકા જોવાશે

નવી દિલ્હી: નીતિગત વ્યાજદર નક્કી કરવામાં કેન્દ્રની ભૂમિકા વધશે. મોનેટરી પોલિસી કમિટીમાં સરકારી પ્રતિનિધિઓની નિમણૂક ખૂબ જલદી થઈ જશે. મોનેટરી પોલિસી કમિટીમાં ત્રણ પ્રતિનિધિઓની નિમણૂક કરવાની તૈયારીઓ હાથ ધરાઈ રહી છે. મોનેટરી પોલિસી કમિટીની રચના બાદ વ્યાજદરમાં ફેરબદલ કરવાની વર્તમાન સિસ્ટમમાં ધરખમ ફેરફાર થશે. જેમાં સરકારનો સીધો હસ્તક્ષેપ જોવા મળી શકે છે.

આર્થિક બાબતોના સચિવના જણાવ્યા પ્રમાણે મોનેટરી પોલિસી કમિટીની રચના માટે કાયદો બન્યો છે. જેમાં આરબીઆઈના પ્રતિનિધિઓનો પહેલેથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કમિટીમાં આરબીઆઈના ગર્વનર, ડેપ્યુટી ગર્વનર તથા અન્ય એક ઉચ્ચ અધિકારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ જ પ્રમાણે ત્રણ સ્વતંત્ર સભ્યોની નિમણૂક કેન્દ્ર તરફથી કરવામાં આવશે. જે સંબંધે ઝડપથી નિમણૂક પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

દરમિયાન મોનેટરી પોલિસી કમિટીની રચના બાદ નીતિગત વ્યાજદર નક્કી કરવાની કાર્યપદ્ધતિ બદલાઈ જશે. નવી વ્યવસ્થા અંતર્ગત છ લોકોની ટીમમાં વોટિંગના આધારે બેન્ચમાર્ક દર નક્કી કરવામાં ટાઈ પડશે તો આરબીઆઈના ગર્વનરને બીજો વોટ આપવાનો અધિકાર હશે.

You might also like