રાહતના સમાચાર: વિજબીલમાં 45 પૈસાનો ઘટાડો

અમદાવાદ: મોંઘવારીથી ત્રસ્ત થયેલા શહેરીજનો માટે રાહતના સમાચાર છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ટોરેન્ટ પાવરના ભાવમાં થઈ રહેલા વધારાને લઈને જર્કે મહત્વનો ચુકાદો આપ્યો છે.

ટોરેન્ટની વીજળી હવે યુનિટ દીઠ પીસ્તાલીસ પૈસા સસ્તી થઇ છે. જર્કના આ ચુકાદાથી અમદાવાદીઓની સાથે સાથે સુરતવાસીઓને પણ ફાયદો થશે. અત્યાર સુધી લોકોએ યુનિટ દીઠ 3.20 ચુકવવા પડતા હતા. પરંતુ હવેથી યુનિટ દીઠ રૂપિયા 2.75 ચુકવવા પડશે.

આ દરમાં અન્ય વેરાનો સમાવેશ થતો નથી. તો જર્કે અમદાવાદના ગ્રાહકો માટે વીજળીના દરમાં યુનિટ દીઠ 18 પૈસા અને સુરત માટે 17 પૈસા રેગ્યુલેટરી ચાર્જ વસુલ કરવા માટે ટોરેન્ટ પાવરને મંજુરી આપી છે.

મહત્વનું છે કે ટોરેન્ટ પાવરને યુનિટ દીઠ 45 પૈસા રેગ્યુલેટરી ચાર્જ મામલે રાજ્ય સરકાર, જી. સી. સી. આઈ. તેમજ અન્ય પક્ષકારોએ અપીલ કરીને તેની સમીક્ષા કરવાની માગ કરી હતી. જેને જોતા જર્કે તેમાં ઘટાડો કર્યો છે. વીજળીના દરમાં આ ઘટાડો પહેલી જુલાઈથી લાગુ કરવામાં આવ્યો છે.

You might also like