ભારતનાં ઇતિહાસના 3 સૌથી મહત્વનાં આર્થિક સુધારમાં નોટબંધી એક :રતન ટાટા

નવી દિલ્હી : નોટબંધીથી પ્રભાવિત ગરીબો માટે એક ખાસ રાહત પેકેજનું આહ્વાન કર્યા બાદ મુખ્ય ઉધ્યોગપતિ રતન ટાટાએ આજ સરકારનાં નોટબંધીના નિર્ણને 3 સૌથી મહત્વનાં આર્થિક સુધારાઓ પૈકીનો એક ગણાવ્યો હતો. જેના કારણે કાળાનાણાને નાથી શકાશે.ટાટાએ ટ્વિટર પર લખ્યું કે સરકારના નોટબંધીના સાહસીક નિર્ણયને દેશના સમર્થનની જરૂર છે. નોટબંધી ભારતનાં ઇતિહાસમાં થયેલા 3 મહત્વનાં આર્થિક સુધારાઓ પૈકીની એક છે. બે અન્ય આર્થિક સુધારાઓમાં લાઇસન્સરાજનો અંત અને જી.એસ.ટી છે.

ઉલ્લેખનીય છેકે રતન ટાટા સમૂહનાં નિયંત્રક સાઇરસ મિસ્ત્રી સાથે લડાઇ લડી રહ્યા છે. ટાટાએ કહ્યું કે વડાપ્રધાને હાલમાં જ મોબાઇલ તથા ડિજિટલ ચુકવણી અંગે પણ જોર આપ્યું છે. તેના કારણે પણ અમારી આર્થવ્યવસ્થાને રોકડ ચાલિક અર્થવ્યવસ્થાથી રોકડરહીત અર્થવ્યવસ્થામાં બદલવામાં ઘણી મદદ મળશે. તેમણે કહ્યું કે, કાળાનાણા સામે લડવા માટે સરકારની મજબૂત પ્રતિબદ્ધતાનું દેશના નાગરિકોએ સન્માન કરવું જોઇએ. જેનુ સમર્થન દેશતરફથી મળી પણ રહ્યું છે.

You might also like