ગીરપંથકનું રસુલપુરા ભારતનું પ્રથમ સોલાર વિલેજ બન્યું, વીજળી નહીં વપરાય ને આવક પણ થશે

સરકાર દ્વારા દેશભરમાં નવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. ત્યારે લોકોને પુરતી વિજળી મળી રહે તે માટે સરકાર દ્વારા અભિયાનો હાથ ધરવામાં આવ્યા છે. એવામાં ગીર સોમનાથના રસુલપુરા ગામે પોતાનું નામ દેશમાં રોશન કર્યુ છે.

આ ગામમાં દેશમા સૌ-પ્રથમ વખત સોલાર દ્વારા સટ્રીટ લાઈટ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ગીરપંથકનું રસુલપરા ગામ દેશનું પ્રથમ સોલાર વિલેજ બન્યું છે. જ્યાં વિનામુલ્યે સોલાર દ્વારા સ્ટ્રીટ લાઈટ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે.

રસુલપરાની ગામની તમામ સ્ટ્રીટ લાઈટો હવે ફક્ત સોલર એનર્જીથી ચાલશે. એટલે કે તેમાં કોઈપણ પ્રકારની વીજળીનો ઉપયોગ થશે નહીં. આ ગામમાં 25 વર્ષ સુધી સોલાર લાઈટો મેળવી શકાય તે હેતુથી વનવિભાગ અને રાયચુરા કંપનીએ ગામમાં સોલાર સિસ્ટમ ઉભી કરી છે.

આશરે 3 મેગા વોલ્ટનું સોલાર પલાણ ગામની અંદર ઉભું કરવામાં આવ્યું છે. રસુલપરા ઇકો ડેવલપમેન્ટ સમિતિ દ્વારા આ સોલાર પ્લાંટને ઉભો કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પોણા ચાર લાખના ખર્ચે કરવામાં આવ્યો છે.

રોજની 50 જેટલી સ્ટ્રીટલાઈટને આ પલાણ દ્વારા વિનામુલ્યે વીજળી પુરી પાડી શકાશે. સ્ટ્રીટલાઈટના ઉપયોગ બાદ વધતી વીજળી PGVCLને વહેંચવામાં આવશે. જેની આવક ગ્રામપંચાયતને આપવામાં આવશે.

You might also like