રસોઈ ટિપ્સ

* એસિડિટીમાં કાચી કેરીનું સેવન કરવું ખૂબ લાભદાયી છે.
* મોર્નિંગ સિકનેસ દૂર કરવા માટે દરરોજ કાચી કેરીનો ઉપયોગ કરવો.
* ગરમીમાં બપોરે અનુભવાતી આળસ દૂર કરવા માટે જમ્યા બાદ એક કાચી કેરી ખાવાથી શરીરને ઊર્જા મળે છે.
* કાચી કેરીનો સલાડ, કચૂંબર, ચટણી કે છીણ કોઈ પણ રીતે ખાવાથી ગરમીમાં થતી અળાઈની સમસ્યા દૂર થાય છે.
* કાચી કેરી વિટામિન-સીથી ભરપૂર હોવાથી રક્તવાહિનીઓને ઊર્જા મળે છે.
* કાચી કેરીનો જ્યૂસ પીવાથી વારંવાર થતા પરસેવાની સમસ્યામાં રાહત રહે છે.
* કાચી કેરીનો ઉપયોગ કરવાથી પેઢાં મજબૂત થાય છે. મોંમાં ચાંદાં પડવા, દાંત સડી જવા, મોંમાં દુર્ગંધ આવવાની સમસ્યામાં રાહત થાય છે
* કાચી કેરીમાંથી અનેકવિધ વાનગી બનાવી શકાય. જેમ કે, ખાટું, તીખું કે ગળ્યું અથાણું, મેંગો રાઈસ, મેંગો ચટણી, શિકંજી, બાફલો, જામ ને શાક.
* કાચાં કેળાંને બટાકાના વિકલ્પ તરીકે ઉપયોગમાં લઈ શકાય. જે પાઉંભાજી કે કટલેસ જેવી વાનગીને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. કાચાં કેળાના પકોડા, કેરાલા કરી, સબ્જી, કાચા કેળાં સાથે કોકોનટ કચોરી, કબાબ, અવિયલ, વેફર, કોફતા, ઊંધિયું, સમોસા, કપકેક જેવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય.
* કાચી કેરીને અધકચરી બાફીને તેને ચાસણી અથવા ગ્લુકોઝમાં રગદોળી છાંયે સૂકવીને મીઠી કેન્ડી બનાવી શકાય.
* કાચી કેરીને મીઠામાં રગદોળી તડકે સૂકવી આંબોળિયાં બનાવી આખું વર્ષ સાચવી શકાય. ગળી ચટણી બનાવવા આંબલીના બદલે આંબોળિયાનો
ઉપયોગ કરી શકાય.

You might also like