રસમલાઈ

સામગ્રીઃ ૧ લિટર દૂધ, ૧ લીંબુનો રસ, ૫૦ ગ્રામ ખાંડ, ૭૦૦ મિલી પાણી

રીતઃ દૂધને ગરમ કરી ઠંડું થાય એટલે મલાઈ કાઢી ફરી ઉકાળવું. ૧ કપ પાણીમાં ૧ લીંબુ નિચોવવું. દૂધ ફાટી જાય ત્યાં સુધી લીંબુપાણી નાખતા જવું. ચાળણી વાટે પાણી નિતારી પનીર કાઢવું. પનીરને ખૂબ મસળવું. સંુવાળું થાય એટલે નાની રસમલાઈ જેવો (ચપટો)શેપ આપવો. કૂકરમાં ૭૦૦ મિલી પાણીમાં ૫૦ ગ્રામ ખાંડ નાખવી. તેમાં રસમલાઈના ગોળા નાખી ૩ વ્હીસલ થવા દેવી. રસમલાઈના ગોળા પાણીમાં નીચે બેસે ત્યાં સુધી ઠંડું પાણી રેડવું. રસમલાઈ ૪થી ૫ કલાક સુધી કૂકરમાં રાખવી.

દૂધ માટે સામગ્રીઃ ૭૫૦ મિલી દૂધ, ૫ ટી.સ્પૂન ખાંડ, બદામ, પિસ્તાં, કેસર

રીતઃ દૂધનું પ્રમાણ અડધું થાય ત્યાં સુધી ઉકાળવું. તેમાં ખાંડ નાખવી. ખાંડ ઓગળે એટલે ગેસ બંધ કરવો. દૂધમાં બદામ-પિસ્તાંની કતરણ અને આછો પીળો રંગ થાય એટલું કેસર (કાલવીને) નાખવું પછી તેમાં રસમલાઈ નિતારીને નાખવી. દૂધ ઠંડું થાય પછી તેને ફ્રીજમાં ઠંડું કરવા મૂકવું. પીરસતી વખતે બદામ-પિસ્તાંની કતરણ મૂકી સર્વ કરવું.

You might also like